Tuesday, 21/05/2024
Dark Mode

સંજેલી ખાતે ભારતીય દલિત સાહિત્ય અકાદમી દ્વારા”સેવકના શબ્દ સુમન” પુસ્તકનું વિમોચન કરાયું:સંજેલીના ચંદુભાઈ પ્રજાપતિની સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી સન્માન કરાયું

સંજેલી ખાતે ભારતીય દલિત સાહિત્ય અકાદમી દ્વારા”સેવકના શબ્દ સુમન” પુસ્તકનું વિમોચન કરાયું:સંજેલીના ચંદુભાઈ પ્રજાપતિની સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી સન્માન કરાયું

  બાબુ સોલંકી :- સુખસર 

સંજેલી ખાતે ભારતીય દલિત સાહિત્ય અકાદમી દ્વારા”સેવકના શબ્દ સુમન” પુસ્તકનું વિમોચન કરાયું,સંજેલીના ચંદુભાઈ પ્રજાપતિની સાહિત્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બિરદાવી સન્માન કરાયું.

( પ્રતિનિધિ ) સુખસર,તા.૧૪

સંજેલી ખાતે ભારતીય દલિત સાહિત્ય અકાદમી દાહોદ જિલ્લાના સન્માનીય હોદ્દેદાર ચંદુભાઈ પ્રજાપતિ “અચરજ”દ્વારા સંજેલી મુકામે ભારતીય દલિત સાહિત્ય અકાદમી સંજેલીના આગેવાન અને સરપંચ કીરણભાઈ રાવત,દાહોદની પ્રતિષ્ઠિત એમ.વાય હાઈસ્કૂલ દાહોદના આચાર્ય ભરતભાઇ જાદવ “નિરપેક્ષ” ,ગામના અગ્રણી જયભાઈ રાઉલજી,દલિત સાહિત્ય અકાદમીના મંત્રી પ્રવિણભાઇ જાદવ તથા ગામના સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ” સેવક ના શબ્દ સુમન” નામના પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું હતું.કાયૅક્રમમા ઉપસ્થિત મહાનુભાવો એ ચંદુભાઇ પ્રજાપતિની સાહિત્ય ક્ષેત્રે ની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી.ભારતીય દલિત સાહિત્ય અકાદમી દાહોદ જીલ્લા દ્વારા ડો.આબેડકરનુ શિક્ષણ દર્શન નામનું પુસ્તક તથા ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.અને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રદેશ પ્રમુખ જાડેજા દ્વારા પણ શુભકામનાઓ પાઠવી હોવાનું જીલ્લા પ્રમુખએ જણાવ્યું હતુ.
રવિવારના રોજ સંજેલી ખાતે ચંદુભાઈ પ્રજાપતિ’અચરજ’દ્વારા રચિત “સેવકના શબ્દસુમન”વાર્તાસંગ્રહ પુસ્તકનું ભારતીય દલિત સાહિત્ય અકાદમી દાહોદના ઉપક્રમે હાલના સંજોગોને ધ્યાને લઇ પધારેલ અગ્રગણ્ય નાગરિકોએ સામાજિક અંતર જાળવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.અને પધારેલ નાગરિકો,વડીલો,યુવાનો અને શુભચિંતકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ફોટો÷ સંજેલી ખાતે સેવકના શબ્દ સુમન પુસ્તકનું વિમોચન કરવામાં આવી રહેલ હોવાનું તસવીરમાં જણાય છે

error: Content is protected !!