Monday, 09/12/2024
Dark Mode

નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની મદદે આવ્યું સમસ્ત આદિવાસી સમાજ અને સંકલ્પ એજ્યુકેસન ગ્રુપ.

September 25, 2023
        2341
નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની મદદે આવ્યું સમસ્ત આદિવાસી સમાજ અને સંકલ્પ એજ્યુકેસન ગ્રુપ.

રાજેશ વસાવે :- દાહોદ 

નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની મદદે આવ્યું સમસ્ત આદિવાસી સમાજ અને સંકલ્પ એજ્યુકેસન ગ્રુપ.

નર્મદા તા. ૨૫

નર્મદા જિલ્લાના આગજનીના બનાવમાં ગંભીર નુકસાન પામેલ ઘરોની મદદે આવ્યું સમસ્ત આદિવાસી સમાજ અને સંકલ્પ એજ્યુકેસન ગ્રુપ.

થોડા દિવસ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા નવાપુરા ગામના 12 જેટલાં ઘરોને આગજનીમાં વ્યાપક નુકસાન થયેલ જેનો વિડિઓ સોસીયલ મીડિયામા વાયરલ થતાં રાજપીપળાના સેવાભાવી શિક્ષક મિનેશ પટેલે નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ અને ઉકાઈના એન્જીનીયર ગૌરાંગ પટેલને તેમજ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોને જાણ કરતા બધાએ ભેગા મળીને અનાજ,કપડાં,વાસણ,નોટબુક,ગોદળા સાહિતની ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ ભરીને 9 જેટલાં ગરીબ પરિવારોમાં ખુશીઓનો માહોલ ઉભો કર્યો હતો.આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે સ્થળ પર આવીને જોતા ખુબ જ કરૂણ પરિસ્થિતિ જોવા મળી અને સરપંચને મળીને તંત્ર સાથે તાલમેલ જાળવી શક્ય એટલી ઝડપે લાચાર પરિવારોને જલ્દીથી સહાય મળી રહે એવી માંગ કરી છે

તેમજ નર્મદા નદીમાં આવેલા પુરમાં તબાહ થયેલા 30 જેટલાં પરિવારોને 15-20 દિવસ ભોજન મળી રહે એટલી સહાય આપીશું.મિનેષ પટેલ તેમજ ગૌરાંગ પટેલે સમાજના સરકારી નોકરી કરતા અને ધંધામાં સારુ કમાતા લોકોને દર મહિને શિક્ષણ અને આવી ઇમરજન્સી પરિસ્થિતિમા મદદરૂપ થવાય એ માટે નાનકડી ધનરાશી સમાજના કામોમાં આપતાં રહેવાનો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે સંદીપભાઈ,કૌશિકભાઈ,બિપીનભાઈ,અરવિંદભાઈ,મુકેશભાઈ,જીગર,કલમભાઈ,પંકજભાઈ, રમણભાઈ,કલ્પનાભાઈ વિજયભાઈ,જયમીન,મયુર,સ્નેહલબેન,પિન્કીબેન,મીનાબેન સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!