રાજેશ વસાવે દાહોદ
*વાડ ગામે આદિવાસી પ્રીમિયર લીગ સીઝન 3 માં કિંગ પેસર ઇલેવન વિજેતા*
વાડ રૂઢિગ્રામસભા દ્વારા છેલ્લા 3 વર્ષથી ગામના આદિવાસી યુવાનોમાં એકતા,ભાઈચારા અને કાયદાકીય જનજાગૃતિ આવે તે હેતુથી હોળીના તહેવાર સમયે આદિવાસી પ્રીમિયર લીગ રમાડવામાં આવે છે.ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,આમ આદમી પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ પંકજ પટેલ,માજી સરપંચ ચંદ્રકાન્તભાઈ,કરસનભાઈ,કમલેશભાઈ,પ્રકાશભાઈ,પ્રો.સંજય પટેલ,સરપંચપતિ ચેતન પટેલ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.ફાયનલ કિંગ પેસર ઇલેવન અને બરામદેવ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં કિંગ પેસર ઇલેવનના સાવન પટેલની 30 બોલમાં 100 રનની તોફાની બેટિંગથી કિંગ પેસર ઇલેવન 62 રને વિજેતા બની હતી.અને સાવન પટેલ મેન ઓફ થી મેચ અને મેન ઓફ થી સિરીઝ બન્યા હતાં.આયોજક અધ્યક્ષ ઉમેશ પટેલ, ઉપાધ્યક્ષ મિન્ટેશ પટેલ,કનૈયા પટેલ અને પ્રકાશ પટેલ દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા ખુબ મહેનત કરવામાં આવી હતી.