*૩૬ મી નેશનલ ગેમ્સ અવરેનેશ કેમ્પેઇન અંતર્ગત એસપી શ્રી બલરામ મીણાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો*
૦૦૦
દાહોદ, તા. ૧૬ : ગુજરાત રાજ્ય ૩૬ મી નેશનલ ગેમ્સનું યજમાન બન્યું છે ત્યારે આ અંગે લોકજાગૃર્તિ અર્થે દાહોદની નવજીવન કોલેજ ખાતેના સભાગૃહમાં જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. એસપી શ્રી મીણાએ કોલેજના યુવાનોને નેશનલ ગેમ્સ બાબતે માહિતગાર કર્યા હતા અને રાજ્ય સરકાર દ્વારા રમતના આયોજન બાબતે જણાવ્યું હતુ
દાહોદ જિલ્લા પોલીસ વડા શ્રી મીણાએ જણાવ્યું કે, સામાન્ય રીતે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં ત્રણથી ચાર વર્ષનો સમય લાગતો હોય છે. જયારે રાજ્ય સરકારે ફક્ત ત્રણ મહિનાના ઓછા સમયમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવાનું બીડું ઝડપ્યું છે. નેશનલ ગેમ્સ રાજ્યના ૬ મહાનગરોમાં યોજાશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગરનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય નેશનલ ગેમ્સ યોજવા માટે સજ્જ છે. ત્યારે આપણે સૌ પણ આ ઐતિહાસિક ઘટનામાં સહભાગી બનીએ. છેલ્લે ૭ વર્ષ અગાઉ વર્ષ ૨૦૧૫ માં કરેળમાં નેશનલ ગેમ્સ યોજવામાં આવી હતી. આટલા લાંબા સમય પછી યોજાનારી નેશનલ ગેમ્સને યોજવા માટે રાજ્ય સંપૂર્ણપણે સજ્જ છે.
દાહોદ જિલ્લામાં રમતવીરોને અપાઇ રહેલા પ્રોત્સાહન વિશે જણાવતા તેમણે કહ્યું કે, દાહોદ જિલ્લામાં રમત ગમતને યોગ્ય પ્રોત્સાહન તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે. આપણા રમતવીરો રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાએ મેડલ અપાવવાની સક્ષમતા ધરાવે છે. આ માટેની જરૂરી સુવિધાઓ તેમજ લાભ રાજ્ય સરકાર આપી રહી છે.
આ પ્રસંગે નવજીવન સાયન્સ કોલેજના આચાર્યશ્રી, નવજીવન આર્ટસ કોલેજના આચાર્યશ્રી, ગોવિંદગુરૂ યુનિવસિર્ટીના સિન્ડીકેટ સભ્ય શ્રી જી.જી. સંગાડા, અગ્રણી શ્રી મુકેશભાઇ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
૦૦૦