
હિતેશ કલાલ @ સુખસર
પોલીસ મથક પર પથ્થરમારો કરનાર ચાર આરોપી ની ધરપકડ.નાનાબોરીદા માં હત્યા કેસ બાબતે ટોળાએ પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો.
સુખસર તા.15
ફતેપુરા તાલુકાના નાનાબોરીદામાં યુવકની હત્યા કરનાર આરોપીઓને માર મારવાના ઇરાદે પોલીસ મથક પર પથ્થરમારો થયો હતો જે સંદર્ભે રાઇટીંગ ગુનો દાખલ થયો હતો જેમાં શુક્રવારના રોજ પોલીસે આઠ પૈકી ચાર આરોપીની ધરપકડ કરી હતી જ્યારે અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ગામે યુવકની હત્યા થઈ હતી જે બાબતે હત્યા કરનાર આરોપીઓ પોલીસ મથકમાં હતા ત્યારે મૃતકના આરોપીઓને બહાર કાઢે તેવી બૂમો સાથે પોલીસ મથક પર પથ્થરમારો કર્યો હતો જેમાં બારીના કાચ ફૂટી જતા નુકસાન થયું હતું આ બાબતે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પથ્થરમારો કરનાર હોટ સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો જેમાં શુક્રવારના રોજ આઠ પેકી ચાર આરોપીની સુખસર પી.એસ.આઇ એસ એન બારીયા સહિત સ્ટાફ દ્વારા ધરપકડ કરાઇ હતી જ્યારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પર પથ્થરમારો થયો હોવાની વાતને લઇ આ ઘટના ટોક ઓફ ધી ટાઉન બની હતી અને જિલ્લામાંથી પોલીસ કાફલો દોડી આવ્યો હતો.