Saturday, 27/07/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં સમર યોગ અને સંસ્કાર શિબીરનો શુભારંભ કરાયો

May 21, 2024
        582
ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં સમર યોગ અને સંસ્કાર શિબીરનો શુભારંભ કરાયો

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં સમર યોગ અને સંસ્કાર શિબીરનો શુભારંભ કરાયો

સમર યોગ અને સંસ્કાર શિબિર 7 થી 15 વર્ષના બાળકો માટે યોગના માર્ગદર્શન,સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવા 20 મે થી 29 મે-24 સુધી ના કેમ્પનું આયોજન કરાયું

સુખસર,તા.21

ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં સમર યોગ અને સંસ્કાર શિબીરનો શુભારંભ કરાયો

બાળકનું સોનેરી ભવિષ્ય માટે દરેક મા-બાપનું સપનું હોય છે.આ સપના સાર્થક કરવાનો સચોટ માર્ગ એટલે યોગ યોગથી બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાચવણી થાય છે.જે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.સંપૂર્ણ રૂપે સ્વસ્થ બાળક ભણતર તથા ઈતર પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક સહભાગી બની જીવનમાં સફળતા મેળવે છે.યોગ દરેક બાળકના ઉજવળ ભવિષ્ય માટેનો આધાર સ્તંભ છે.યોગના આ લાભ દરેક બાળક સુધી પહોંચાડવાના હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ અને સંસ્કાર શિબિર 7 થી 15 વર્ષના બાળકો માટે યોગના માર્ગદર્શન સાથે તેઓમાં આપણી સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન પણ કરવાના હેતુથી તારીખ 20 /5/2024 થી 29/5/2024 સુધી 10 દિવસના સમર કેમ્પમાં બાળકોને વિવિધ ફાયદાઓ મળશે જેવા કે,એકાગ્રતામાં વધારો,યાદશક્તિમાં સુધારો,માસ પેશીઓની મજબૂતી,તેજસ્વીતામાં વધારો જેવી બાબતોનો યોગ્ય નિષ્ણાતો દ્વારા તાલીમ અને યોગના આસનો સચોટ માર્ગદર્શન સાથે ફતેપુરા તાલુકાનો આ નિશુલ્ક સમર કેમ્પનું ઉદ્ઘાટન પ્રાથમિક શાળામાં સમાજ માટે પોતાનો જીવન સમર્પિત કરનાર સરદારસિંહ મછાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું.સાથે વર્ગ સંચાલક તરીકે શંકરભાઈ કટારા,સહ સંચાલક આશાબેન,યોગ કોચ ધુળાભાઈ પારગી ઉપસ્થિત રહીને બાળકોને યોગ અને સંસ્કાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.બાળકોને ટોપી,સ્કેપ,બુક અને આસન બુકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં મારગાળા થી 07 બાળકો,હિંગલાથી 05,જાંબુડી થી 20 પટીસરા થી 05 ડબલારા થી 08 મોટી ઢઢેલીથી 05 બારા થી 08 અને ભિતોડી થી 43 મળી કુલ 100 બાળકોએ ભાગ લીધો હતો.બાળકોને કોલ્ડ્રિંક્સ અને નાસ્તો પણ આપવામાં આવ્યો હતો.બાળકો યોગ સમર શિબિરમાં યોગ બાબતે માહિતી મેળવવામાં રુચી દાખવી રહ્યા હોવાનું જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!