Tuesday, 10/12/2024
Dark Mode

પ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,

પ્રકરણમાં જીગરી દોસ્તની હત્યા નો મામલો:બન્ને મિત્રોએ હત્યા કરી હોવાનું આરોપીની ગર્લફ્રેન્ડ દ્વારા બયાન:પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું,

હિતેશ કલાલ @ સુખસર 

મૃતક ની હત્યા પ્રેમ પ્રકરણમાં જીગરી દોસ્ત મનાતા બે મિત્રોએ કરી હોવાનું ગર્લફ્રેન્ડ દ્વારા બયાન.બાદ પોલીસે બન્ને આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું, વધુ તપાસ અર્થે રેંજની એફ એસ ટીમ પણ જોડાઈ, ઘટનાસ્થળે પહોંચી કૂવાના માપ તેમજ ઊંડાઈ બાબતે તપાસ હાથ ધરાઈ.

સુખસર તા.13

   ફતેપુરા તાલુકાના નાના બોરીદા ગામ ગામના ૨૩ વર્ષીય યુવાનની જીગરી દોસ્ત મનાતા બે મિત્રોએ ઠંડા કલેજે હત્યા કરી લાશને કૂવામાં નાખવામાં આવી હોવા બાબતે નજરે જોનાર ગર્લફ્રેન્ડ દ્વારા પોલીસને જુબાની આપતા આ હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ સુખસર પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે. સલામતી ખાતર આ બંને આરોપીઓની ઝાલોદ પોલીસ હિરાસતમાં રાખી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

       પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નાનાબોરીદા ખાતે રહેતા કલ્પેશ ડામોર ઉંમર વર્ષ-૨૩ ના ઓને મંગળવારના રોજ સાડા ચાર વાગ્યાના અરસામાં ધોળા દિવસે તેના જીગરી દોસ્ત મનાતા બે મિત્રો દ્વારા ગળુ દબાવી હત્યા કરી લાશને કૂવામાં નાંખવામાં આવી હતી.લાશનું સુખસર સરકારી દવાખાના ખાતે પોસ્ટમોર્ટમ કરાતા મૃતકનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.જ્યારે આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓની સુખસર પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જેમાં મૃતકના શકદાર મિત્રોની તપાસ હાથ ધરાતા એક સગીર વયની કિશોરીનું નામ ખુલવા પામ્યું હતું.જે કિશોરીને પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરાતા આ કિશોરીએ કલ્પેશની હત્યા હરીશભાઇ સામાભાઈ બામણીયા રહે.મોટાનટવા તથા રાકેશભાઈ મખાભાઈ બામણીયા રહે.ઘાણીખુટના ઓએ આ હત્યા કરી હોવાનું સગીરાએ નજરે જોયેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ સુખસર પોલીસ દ્વારા આરોપીઓની વધુ તપાસ કરાતા આ હત્યા આ બન્ને આરોપીઓએ કરી હોવાનું કબુલ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે આ મામલે સુખસર પોલીસ સ્ટેશન,પી.એસ.આઇ એસ.એન.બારીયા જોડે વાતચીત કરાતા તેમણે જણાવ્યું હતું કે મંગળવારના રોજ નાનાબોરીદાના કલ્પેશભાઈ ડામોરની શંકાસ્પદ હાલતમાં કૂવામાંથી લાશ મળી આવી હતી.જેનુ પી.એમ.કરાતા તેનું ગળું દબાવી હત્યા થઇ હોવાનો પ્રાથમિક રિપોર્ટ આવતા અમોએ આ હત્યામાં સંડોવાયેલા આરોપીઓની તપાસ હાથ ધરી હતી.જેમાં હરીશ બામણીયાની ગર્લફ્રેન્ડનું નામ ખૂલતા અમોએ તેની પૂછપરછ કરતાં આ હત્યા હરીશ બામણીયા તથા રાકેશ બામણીયાએ કરી હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે આ બન્ને આરોપીઓએ મૃતક કલ્પેશની હત્યા કરી હોવાનું કબૂલ કરતાં આ બંને આરોપીઓની ધરપકડ કરી છે.અને હાલ તેઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.જોકે આ હત્યા કેસ બાબતે રેન્જની ફોરેન્સિક ટીમ દ્વારા નાનાબોરીદા ગામે કુવા નું સ્થળ પરીક્ષણ કરાયું હતું કુવા ની લંબાઈ પહોળાઈ કુવા માં કેટલું પાણી છે તેમ જ કૂવાની આસપાસ ની જગ્યા નો નમૂના લઇ તપાસ શરૂ કરાઇ હોવાનું જાણવા મળ્યું હતું

error: Content is protected !!