દે.બારિયા પીએસઆઇની સર્વિસ રિવોલ્વર ઝુંટવી નાસી છુટેલો બુટલેગર નાકાબંધી દરમિયાન ઝડપાયો:બુટલેગર મુકેશ પંચાલે પોલીસ કર્મચારીઓને વાહન થી કચડી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો
દેવગઢ બારીઆ નગરના પ્રાન્ત ઓફિસ પાસે દારૂ ભરેલ ફોર વ્હીલર ગાડી પી.એસ.આઈ.એ રોકતા હાથમાં રિવોલ્વર લઈ ગાડીમાં ચાવી કાઢવા જતાં બુટલેગર રિવોલ્વર ઝુટવી લઈ ફરાર થયો હોવાની ઘટનાને પગલે દેવગઢ બારીઆ પોલીસ મથક સહિત દાહોદ જિલ્લા પોલીસ બેડામાં આ ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઘટનાના કલાકો બાદ નાકાબંધી દરમ્યાન આરોપી બુટલગેરને પિસ્તોલ સાથ ઝડપી પાડી દેવગઢ બારીઆ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, દેવગઢ બારીઆ પોલિસ મથકમાં સેકન્ડ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા એન.પી.સેલોત જે. સીનીયર પી.એસ.આઈ. પંચાલ રજા ઉપર જતાં પોલિસ મથકનો ચાર્જ તેમની પાસે હતો ત્યારે જાણવા મળ્યા અનુસાર, ગત તા.૧૨મીના રોજ સાડા સાત વાગ્યાના આસપાસ દેવગઢ બારીઆ પ્રાંત ઓફિસની નજીકમાં એક ફોર વ્હીલ એક્સક્યુવી ગાડી પસાર થઈ હતી જેને રોકવા હાથમાં રિવોલ્વર લઈ તપાસ કરવા ગાડીમાં જાેતા તે ગાડીમાં દારૂ ભરેલો હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતુ.
ગાડીમાં સવાર બુટલેગર મુકેશ પંચાલ (રહે.ગરબાડા,તા.ગરબાડા,જિ.દાહોદ) નાએ પોલીસની સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને વાહનથી કચડી નાંખી મારી નાખવાના ઈરાદો કર્યાે હોવાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગાડીની ચાવી કાઢવા જતાં ગાડીની ચાવી ગાડીમાં જ રહી ગઈ હતી અને તેનું રિમોર્ટ પી.એસ.આઈ. સેલોતના હાથમાં આપી ગયેલ ત્યારે બુટલેગરે પી.એસ.આઈ. સેલોતના હાથમાંથી રિવોલ્વર ખેંચી લઈ ભાગી ગયો હતો.પી.એસ.આઈ. સેલોત દ્વારા આ બાબતની જાણ દાહોદ જિલ્લા તેમજ આસપાસના જિલ્લાના પોલીસ અધિકારીઓને જાણ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. બનાવના કલાકો બાદ નાકાબંધી દરમ્યાન ઉપરોક્ત બુટેલગર આરોપીને પોલીસની રિવોલ્વર સાથે ઝડપી પડાયો હતો અને આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
————– ગરબાડા પોલીસ મથકથી માત્ર ૫૦૦ મીટર દૂર ધમધમતો મુકેશ પંચાલનો દારૂનો અડ્ડો:છતાંય પોલીસ આ દારૂના અડ્ડાથી અજાણ
દે.બારીયાના બંદૂક પ્રકરણમાં સંડોવાયેલો બુટલેગર મુકેશ પંચાલનો ગરબાડા પોલિસ મથકથી માત્ર 500 મીટર દૂર આવેલા ગારીવાસના પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો અડ્ડો ધમધમતો હોવાની માહિતીઓ સપાટી પર આવી છે.અને આ બુટલેગર અહીંયાથી અમદાવાદ વડોદરા જેવા મોટા શહેરોમાં વિદેશી દારૂ મોકલાતો હોવાની વાતો વહેતી થઇ છે.તેમજ વિદેશી દારૂના ધંધામાં કુખ્યાત બનેલા મુકેશ પંચાલ ગત વર્ષે પાસાની સજા ભોગવી આવ્યો હોવાની વાતો પંથકમાં વહેતી થઇ છે. અને કેટલાક સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગરબાડા પોલીસ મથકમાં લાગેલા સીસીટીવી કેમેરા જો ચાલુ અવસ્થામાં હોય તો ત્યાંથી આ બુટલેગરના અડ્ડા પર થતી અવર-જવર સ્પષ્ટપણે દેખાઈ આવે તેમ છે.
દે.બારીયા પી.એસ.આઈની સર્વિસ બંદૂક લઈને ભાગેલો કુખ્યાત બુટલેગર મુકેશ પંચાલ જે એસ.યુંવી ફોર વહીલ ગાડી લઈને ભાગ્યો હતો.તે ગાડીની પાછળ કોંગ્રેસનો નિશાન તેમજ MLA લખેલો હોવાની વાતો વહેતી થઇ છે.ત્યારે આ ગાડી જિલ્લાના કયા ધારાસભ્યની છે.? ક્યાં ધારાસભ્યની ગાડીમાં વિદેશી દારૂની હેરફેર થતી હતી. શું જિલ્લાનો કોઈ ધારાસભ્ય આ વિદેશી દારૂની બદીમાં સંડોવાયેલો છે કે કેમ? તેને લઈને તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે.ત્યારે હાલ પોલિસ દ્વારા આ મામલે તલસ્પર્શી ધરશે કે આ મામલામાં ભીનું સંકેલાઇ જશે તે હાલ કેવું મુશ્કેલ ભર્યુ છે. જોકે વિદેશી દારુ તેમજ ફોરવીલ ગાડી લઈને પોલીસની તપાસ અંગે હાલ કેટલાક સવાલો ઉભા થવા પામ્યા છે.
બારીયા બંદૂક પ્રકરણમાં પોલીસ બંદૂક તેમજ આરોપીને પકડવામાં સફળ:પરંતુ બનાવમાં વપરાયેલી ગાડી તેમાં ભરેલો વિદેશી દારૂ અંગે પોલીસના હાથ ખાલી જોવાતા અનેક શંકા કુશંકાઓ
આ કુખ્યાત બુટલેગર મુકેશ પંચાલ ગરબાડા નગરમાં ખુલ્લેઆમ સ્થાનીક પોલીસની નજર રહેમ હેઠળ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે આ મુકેશ પંચાલને દેવગઢ બારીઆ પોલીસે મધ્યપ્રદેશમાંથી આજરોજ છુટવીને ભાગેલ રિવોલ્વર સાથે ઝડપી પડાયો હતો ત્યારે અહીં સવાલ એ ઉભો થાય છે કે, જ્યારે પોલીસને મળેલ બાતમીના આધારે આ બુટલેગર વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો અને તેની ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પણ હોવાની સ્થાનીક ચર્ચાઓ પ્રમાણે જાણવા મળી રહ્યું છે ત્યારે દેવગઢ બારીઆ પોલીસ મથકે આ બુટલેગર વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલ ફરિયાદમાં પ્રોહી મુદ્દામાલના જથ્થાનો કે કબજે કરેલ ફોર વ્હીલર ગાડીનો કોઈ ઉલ્લેખ ન થતાં અનેક સવાલો ઉભા થવા માંડ્યા છે.ખરેખર આ ગાડી અને ગાડીમાં મુકેલ વિદેશીદારૂ વિશે હાલ પોલીસના હાથે કઈ લાગ્યું નથી ત્યારે આ ચકચારી બનાવમાં વપરાયેલી ગાડી અને દારૂ અંગે પોલીસની થિયરીથી પંથકમાં તરેહ તરેહની ચર્ચાઓએ જન્મ લીધો છે.