બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સરસ્વાપૂર્વ માં MGVCLની નિષ્ક્રિયતાથી અંધારા ઉલેચતા ગ્રામજનો
સરસ્વાપૂર્વમાં અજાણ્યા ઇસમો દ્વારા ટી.સીને પથ્થરમારો કરી નુકસાન પહોંચાડતા વીજ પ્રવાહ બંધ છે
વીજપ્રવાહ બંધ થતા ગ્રામજનો દ્વારા ફતેપુરા mgvcl કચેરીમાં જાણ કરવામાં આવેલ છે છતાં જવાબદારો ધ્યાન આપતા ન હોવાનો ગ્રામજનો નો આક્ષે
સુખસર,તા.21
દિન પ્રતિદિન ફતેપુરા તાલુકામાં એમજીવીસીએલ તંત્રનો વહીવટ કથળતો જતો હોવાનું જાણવા મળે છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં વીજ પ્રવાહ ચાલી જતા તેની જાણ કચેરી ખાતે કરવામાં આવે છે.ત્યારે તેના પ્રત્યે જવાબદારો દ્વારા તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે.તેવી જ રીતે છ દિવસથી સરસવાપૂર્વ ખાતે અજાણ્યા ઇસમો દ્વારા ટી.સી ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડતા વીજ પ્રવાહ બંધ થઈ જવા પામ્યો હતો.જેની જાણ ફતેપુરા એમજીવીસીએલ ખાતે કરાતા આજ દિન સુધી ધ્યાન નહીં અપાતા વીજ ગ્રાહકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સરસ્વા પૂર્વ ખાતે 16 મે-2024 ના રોજ અજાણ્યા ઇસમો દ્વારા વીજ પ્રવાહ પૂરું પાડતી ટી.સી ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડી ગયા હતા.જેના લીધે સ્ટેશન ફળિયા, બાપુ ફળિયા,સુવર ફળિયાના અંદાજિત 500 જેટલા ઘરોમાં વીજ પ્રવાહ બંધ થઈ જવા પામેલ છે.જેની ગ્રામજનો દ્વારા ફતેપુરા એમજીવીસીએલ કચેરીના જવાબદારો સમક્ષ કરવામાં આવેલ હોવા છતાં થઈ જશે ના જવાબો આપવામાં આવે છે. પરંતુ હાલ સુધી આ ટી.સી રીપેરીંગ કરવામાં નહીં આવતા ઉપરોક્ત ફળિયાના લોકો રાત્રિના સમયે કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે.હાલ 45 ડિગ્રીની આસપાસ આગ ઝરતી ગરમી પડી રહી છે.ત્યારે દિવસના લોકો વૃક્ષો નીચે જઈ આશરો લઈ ઠંડક મેળવવા મજબૂર છે.પરંતુ રાત્રિના સમયે મકાનોમાં વીજ પ્રવાહ બંધ હોય પંખા,કુલરો ચલાવી શકતા નથી.ત્યારે ગરમીના બફારાથી ત્રાહિમામ પોકરી રહ્યા છે.ત્યારે સરસ્વા પૂર્વમાં ફતેપુરા એમજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક ધ્યાન આપી ટી.સી રીપેરીંગ કરી વીજ પ્રવાહ ચાલુ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામેલ છે.