Wednesday, 11/12/2024
Dark Mode

સાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

સાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલાના શહીદોને શ્રદ્ધાંજલી કાર્યક્રમ યોજાયો.

હિતેશ કલાલ @  સુખસર 

સાગડાપાડા પ્રાથમિક શાળામાં પુલવામાં હુમલા ના શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

સુખસર તા.14

ફતેપુરા તાલુકાના સાગડાપાડા પ્રાથમિક શાળામાં ૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં થયેલા હુમલામાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા જોન એક વર્ષ પૂર્ણ થતા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ગામના આગેવાન બાબુભાઇ અમલીયાર દ્વારા ગ્રામજનોને શહીદો વિશે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું ત્યારબાદ શાળામાં માતૃ પિતૃ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

 ૧૪ ફેબ્રુઆરીએ ગત વર્ષે પુલવામા દિવસ હુમલામાં ૪૪ જેટલા જવાનો મૃત્યુ પામ્યા હતા જેથી ૧૪ ફેબ્રુઆરીએ કાળો દિવસ લોકો દ્વારા બનાવવામાં આવે છે ફતેપુરા તાલુકાના સાગડાપાડા મુખ્ય પ્રાથમિક શાળામાં શહીદ દિન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં શહીદોની યાદ માં બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું શહીદોના પરિવારોને શક્તિ મળે તે અર્થે ભગવાનને પ્રાર્થના કરી હતી ત્યારબાદ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા માતા-પિતાને શાળામાં બોલાવી તેમનું પૂજન કરી માતૃ પિતૃ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

error: Content is protected !!