ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં બોરવેલ ગાડીની અડફેટે બાઇક સવાર એ આશાસ્પદ યુવકોના મોત. પરિવારમાં માતમ છવાયો.
સંતરામપુર નાળ વિસ્તારમાં બાઈક અને બોરવેલ ની ગાડી સાથે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે બે યુવાનોનો મોત થયા હોવાનું સામે આવ્યું છે.
સંતરામપુર તા. ૨૦
સંતરામપુર નાળ વિસ્તારમાં ઉબેર ગામેથી બે યુવાનો બાઈક ઉપર પોતાના કામ માટે બજારમાં આવી રહેલા હતા. તે દરમિયાનમાં બોરવેલ ની ગાડી અને બાઈક સાથે અકસ્માત સર્જાયો ઘટના સ્થળે બંને યુવાનોની શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમના મોત નિપજેલા હતા
સુરેશભાઈ પાર્સિંગભાઈ માલીવાડ અને અજયભાઈ લાલસીંગભાઇ માલીવાડા બંને યુવાનો એક જ મોટર સયકલ પર કામ અર્થે બજારમાં આવી રહ્યા હતા તે સમયમાં અકસ્માત સર્જાતા ઘટના સ્થળે મોત થયા આ ઘટના બનતા આજુબાજુના લોકો દોડી આવેલા હતા હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ બંને યુવાનોનો સ્થળ ઉપર જ મોત થયું હતું આ ઘટનાની તેમના પરિવારોને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચીને અકસ્માત ગુનો દાખલ કર્યો અને બોરવેલ ની ગાડી સામે વિરોધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી આવી ઘટના બનતાં પરિવારજનોમાં ગમગમી છવાઈ ગઈ લાલસીંગ દલા માલીવાડ સંતરામપુર પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી
બંને યુવાનોની સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલા હતા બંને યુવાનોને બોરવેલ ની ગાડીથી કાળભરખી ગયો અને બોરવેલ ની ગાડી નો ચાલક ગાડી અને ભાગી ગયો હતો પોલીસે અકસ્માત ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.