Wednesday, 09/10/2024
Dark Mode

જીવલેણ “કોરોના વાયરસ”ના ભય વચ્ચે વિકાસશીલ યોજના હેઠળ કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાતાં આશ્ચર્ય ,

જીવલેણ “કોરોના વાયરસ”ના ભય વચ્ચે વિકાસશીલ યોજના હેઠળ કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાતાં આશ્ચર્ય   ,

હિતેશ કલાલ @ સુખસર 

દાહોદ જિલ્લા માં કુપોષણ દૂર કરવા કુપોષિત બાળકોને મરઘીઓનું વિતરણ કરાયું, વિકાસશીલ યોજના હેઠળ તાલુકા દીઠ 330 મરઘી અને 33 મરઘાનું વિતરણ કરાયું .ચીન સહીત આખા વિશ્વમાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરાના વાયરસની આશંકા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા બાળકો ને કુપોષિતમાંથી બહાર કાઢવા મરઘીઓનું વિતરણ કરાતાં સોં કોઈ આશ્ચર્યચકિત,  

 સુખસર તા.06

દાહોદ જિલ્લામાં  કુપોષણને નાબુદ કરવા માટે અભિયાન શરૂ કરાયું છે જેમાં હવે કુપોષિત બાળકોને પોષણ માટે મરઘાં વિતરણ કરાયું છે તાલુકા દીઠ 33 યુનિટ એટલે કે 330 મરઘી અને 33 મરધા આપવાનું આયોજન વિકાસ યોજના હેઠળ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

      રાજ્યમાં કુપોષિત બાળકો માં દાહોદ જિલ્લો પ્રથમ નંબરે છે જેમાં દાહોદ જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અભિયાન શરૂ કરાયું છે પોષણયુક્ત આહાર માં આવતા તમામ તત્વો લાભાર્થીઓને આપવાનું આયોજન કરાયું છે ત્રિદિવસીય યોજાયેલા પોષણ અભિયાન કાર્યક્રમ માં સંકલિત બાળ વિકાસ યોજના વિભાગ દ્વારા વિવિધ વાનગીઓનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જ્યારે હવે વિકાસ યોજના હેઠળ પશુપાલન વિભાગ દ્વારા કુપોષિત બાળકોને પોષણ માટે ઈંડા મળી રહે તે અર્થે બાળકદીઠ 10 મરઘી અને 1 મરઘો એમ થઈ તાલુકા દીઠ 33 યુનિટ ફાળવણી કરાઇ છે એક યુનિટ માં 10+1 થઈ તાલુકા માં 330 મરઘી અને ૩૩ મરઘા થઈ ૩૬૩ નો વિતરણ કરવામાં આવનાર છે.ત્યારે ચીન દેશ માં પ્રાણીઓના માંસ આરોગવાથી કોરોના  થી દેશ સહિત વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો  છે બર્ડ ફ્લુ પણ ખતરો મંડરાઇ રહ્યો છે ભારતમાં પણ કોરોના ના વાયરસ ના શંકાસ્પદ કેસો જણાઈ રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે કુપોષણ દૂર કરવા માટે ઈંડામાંથી પોષક તત્વો મળી રહે તેવા હેતુથી મરઘીઓ નું વિતરણ કરાયું છે જેમાં આ અભિયાન કેટલું સફળ થશે એ જોવું રહ્યું.

error: Content is protected !!