Thursday, 21/11/2024
Dark Mode

એકના ડબલ કરવાની લાલચે નિવૃત શિક્ષક ઠગાયો

એકના ડબલ કરવાની લાલચે નિવૃત શિક્ષક ઠગાયો

હિતેશ કલાલ @ સુખસર 

પાંચ લાખ રૂપિયા ડબલ કરવાની લાલચ માં ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સુખસરમાં પ્રકાશમાં આવ્યો.રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બોલાવીને રૂપિયા લઇ ડબલ કરવાની લાલચ આપી હતી, સુખસર વિસ્તારના એક નિવૃત શિક્ષક ઠગાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઠગાઈનો ભોગ બનનાર નિવૃત શિક્ષક એક આરોપીને પકડી પોલીસને હવાલે કર્યો પરંતુ ઠગે નાણાં આપી દેતા છોડી મુકયાંનો પોલીસ પર આક્ષેપ 

સુખસર તા.12

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારના એક ગામના નિવૃત શિક્ષક એકના ડબલ કરવાની લાલચમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં જઈ પાંચ લાખ રૂપિયા આપ્યા હોવાનું તેમજ ડબલ કરવાની લાલચમાં  ઠગાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં નિવૃત શિક્ષક દ્વારા બે દિવસ અગાઉ ઠગ કરનાર એક આરોપીને પકડીને સુખસર પોલીસ મથકે લવાયો હતો જેમાં ઠગાઈ કરનાર દ્વારા નિવૃત શિક્ષક ને અમુક રકમ આપીને સમાધાન કરતા પોલીસ દ્વારા છોડી મુકાતા આશ્ચર્ય સર્જાયું હતું

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારના એક ગામના એક નિવૃત શિક્ષક દ્વારા એકના ડબલ રૂપિયા થતાં હોવાની માહિતી મળતા ઠગાઈ કરનાર ઈસમોના સંપર્કમાં આવ્યો હતો અને પાંચ લાખ રૂપિયાના દસ લાખ રૂપિયા કરી લઈ રાતોરાત કરોડપતિ થઈ જવાના સપના જોઈ ઠગાઈ કરનારાઓને રાજસ્થાન અને મધ્યપ્રદેશ જય પાંચ લાખ જેવી રકમ આપી દીધી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ આ નિવૃત્ત શિક્ષક પોતે થયો હોવાનું ભાન થયું હતું અને છેલ્લા એકાદ વર્ષથી આ નિવૃત્ત શિક્ષક ઠગાઈ કરનારા ઓ ની શોધખોળમાં હતો જેમાં બે દિવસ અગાઉ આ ઠગાઈ કરનારા ઈસમો મોડાસામાં આવ્યા હોવાની માહિતી મળતા મોડાસામાં જઈ ઠગાઈ કરનાર એક ઈસમને પકડી લાવ્યા હતા અને સુખસર પોલીસને હવાલે કર્યો હતો જેમાં નિવૃત શિક્ષક તેમના ગામના સરપંચ અન્ય આગેવાનો પોલીસ મથકે ભેગા થયા હતા જેમાં ઠગાઈ કરનાર ઈસમ દ્વારા તેના મળતિયાઓ ને બોલાવી નિવૃત શિક્ષક ને સમજાવટ કરી અમુક રકમ આપી દેવાઈ હતી અને આ બાબતે  સમાધાન કરાવી લેવાયું હતું ત્યારબાદ આ ઠગાઈ કરનાર ઈસમને પોલીસ દ્વારા છોડી મુકાતા આશ્ચર્ય સર્જાયું હતું આ ઠગાઈ કરનાર ઈસમ અને તેના અન્ય સાથીદારો દ્વારા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આવા અનેક લોકો પાસેથી એકના  ડબલ કરવાની લાલચ આપી રૂપિયા ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું હતું

એકના ડબલ કરવાની લાલચ આપી લોકો પાસે  પૈસા પડાવનાર ઠગને પોલીસે કાર્યવાહી કર્યા વગર છોડી મૂક્યાનો આક્ષેપ   

આ બાબતે નિવૃત શિક્ષકની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે એકના ડબલ કરી આપવાની લાલચ આપી મારી પાસેથી પાંચ લાખ રૂપિયા લઇ લીધા હતા અને આ ઈસમ મોડાસામાં હોવાની માહિતી મળતા તેને પકડીને સુખસર પોલીસ મથકે લાવ્યા હતા જેમાં મને દોઢ લાખ રૂપિયા આપી સમાધાન કરાવ્યું હતું તેમજ રતલામ મધ્ય પ્રદેશથી આવેલા એક ઈસમને પૂછતા તેઓએ જણાવેલ કે અમારા સંબંઘી પણ આવા કેસમાં છેતરાયા છે અને આવી ઠગાઇ કરનારો સુખસરમાં પકડાયો હોવાની માહિતી મળતા અમો સુખસર પોલીસ મથકે આવ્યા હતા પરંતુ ત્યાંથી છોડી મુકાયો હોવાની જાણ થઇ હતી

આ બાબતે બન્ને પક્ષે સમાધાન થતા અમોએ કોઈ કાર્યવાહી કરી નથી : પી.એસ.આઈ એલ.એસ.પારગી સુખસર પોલીસ મથક 

આ ઘટના બાબતે સુખસર પોલીસ મથકના પી.એસ.આઈ જોડે વાતચીત કરતા તેઓએ જણાવેલ કે નિવૃત શિક્ષક પૈસા આપનાર માણસને મોડાસાથી પકડીને લાવી પોલીસ મથકે આવ્યા હતા જેમાં તેઓની વચ્ચે સમાધાન થતાં તેને છોડી મુકાયો છે અમારી પાસે તેના વિરોધમાં કોઈ ફરિયાદ આવેલી ન હતી.

error: Content is protected !!