Friday, 11/10/2024
Dark Mode

રાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર

રાજ્ય સરકાર દ્વારા જમીનની ફાળવણી ન કરાતા માજી સૈનિકોએ મામલતદાર કચેરીએ આપ્યું આવેદનપત્ર

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા મામલતદાર કચેરી ખાતે માજી સૈનિકોએ આવેદનપત્ર આપ્યું સરકાર દ્વારા જમીનની ફાળવણી કરાઈ ન હોવાથી આપ્યું આવેદનપત્ર

પ્રતિનિધિ દ્વારા સુખસર તા.14 

ફતેપુરા તાલુકામાં ૪૪ જેટલા માજી સૈનિકોએ મામલતદાર કચેરી ખાતે આવી પોતાની માંગણીઓ સંતોષવા માટે સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરાતી ના હોવાની બાબતે મામલતદારને લેખિતમાં આવેદન આપ્યું હતું

 ફતેપુરા તાલુકામાં માજી સૈનિકોએ પોતાની ફરજ માંથી નિવૃત્ત થયા બાદ સરકાર દ્વારા ૧૬ એકર જમીન આપવામાં આવે છે તેવી માંગણી કરવામાં આવી હતી અને આ માંગણી સરકાર દ્વારા પૂરી કરવામાં આવી ન હોવાની બાબતે ૪૪ જેટલા માજી સૈનિકોએ ફતેપુરા મામલતદાર કચેરીએ મામલતદારને આ બાબતનું આવેદનપત્ર આપ્યું હતું જ્યાં આવેદનપત્ર મામલતદાર સ્વીકારી ઉચ્ચ કક્ષાએ મોકલી આપવા બાહેધરી આપી હતી. 

error: Content is protected !!