રાજેશ વસાવે :- દાહોદ
નવસારી ખાતે દિવાસાના તહેવાર નિમિત્તે ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી.
નવસારી તા. ૫
નવસારીમાં આજથી 102 વર્ષ પહેલા કોલેરાનો રોગ ફાટી નીકળતા આદિવાસી હળપતિ સમાજના ઘણા લોકોના અકાળે મૃત્યું થયા હતા.ત્યારે એક પારસી સદગૃહસ્થે ઢીંગલાંની પૂજા કરવાની સલાહ આપેલ ત્યારથી આ ઢીંગલાબાપા અનેક લોકોના દુઃખ દૂર કરવા માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયા છે.અષાઢી અમાસના દિવસ દિવાસાના રોજ નવસારીના રતિલાલભાઈ રાઠોડને ત્યાંથી ઢીંગલાબાપાની શોભાયાત્રા નીકળી અને હજારો લોકોએ ગીતો ગાતા ઢીંગલાબાપાને આવતાવર્ષે ફરીથી પધારવાની ભાવભીની પ્રાર્થના સાથે પૂર્ણા નદીમાં વિસર્જિત કર્યા હતાં.એમાં આશરે 10 થી 15 હજાર જેટલાં શ્રદ્ધાળુંઓ ભારે ઉલ્લાસભેર જોડાયા હતા.જેમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,કમલેશ પટેલ,ડો.ચેતન પટેલ,કોર્પોરેટર વિજય રાઠોડ,વનીતા રાઠોડ,પ્રફુલ પટેલ,મનીષ ઢોડિયા,નિખિલ પટેલ,હાર્દિક પટેલ,ઉમેશ રાઠોડ,ધર્મેશ પટેલ,વિજય વિજુ,હિતેશ રાઠોડ,ઠાકોર રાઠોડ,દીપક રાઠોડ,વિનોદ રાઠોડ,ધર્મેશ ડીજે,સંજય પટેલ,વિપુલ પટેલ,નિકુલ પટેલ,શૈલેષ રાઠોડ, કમલેશ રાઠોડ,અજય પટેલ,દિનેશ રાઠોડ,રોહિત રાઠોડ,સુનિલ રાઠોડ,ભાવેશ રાઠોડ,કૃણાલ પટેલ,મેહુલ પટેલ,જીગર પટેલ,મયુર ચૌધરી સહિતના આદિવાસી સમાજના અગ્રણીઓએ હાજરી આપી હતી અને આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા 5 હજાર શ્રદ્ધાળુંઓને સરબત પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.માંડવીથી આવેલા સોશિયલ મીડિયા ઇન્ફલુંએન્સર મનીષ શેઠે નવયુવાનોમાં ભારે ઘેલું લગાડ્યું હતું.દાંડિવાડ ઢીંગલા સમિતિના યુવાનોએ આ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યુ હતું.