Wednesday, 11/12/2024
Dark Mode

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કર્યા

જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કર્યા

સંતરામપુર તા.12

નગરમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નગરના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર કરી ખૂલ્લા કરાયા સંતરામપુર નગરમાં કેટલાંક સમયથી ટ્રાફિક અંગેની સમસ્યા ને દૂર કરવા અવાર નવાર રજૂઆતો  કરવામાં આવતી હતી અને સંતરામપુરના મુખ્ય માર્ગો બસ સ્ટેન્ડ ચાર રસ્તા,  માંડવી શાકમાર્કેટ, લુણાવાડા રોડ જેવા વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન  ટ્રાફિક સમસ્યા વિકટ બનતી જતી હતી જેના કારણે વાહનચાલકો ને પસાર થવું કપરું બની ગયું હતું જેની ગંભીરતાથી નોંધ લઇ આજરોજ  જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંતરામપુર નગરના વિવિધ વિસ્તારોમાં ફરી માર્ગો પર અડચણરૂપ બનેલા તમામ માર્ગો પરથી દબાણો દૂર કરી માર્ગો ખુલ્લા કરવામાં આવેલા હતા. જેથી કરીને ટ્રાફિક પોલીસે ટ્રાફિક સમસ્યા હલ કરવાનો અભિયાન શરૂ કર્યું છે રોડ ઉપરથી પથારાવાળા વાહનો લારીવાળા તમામે સુચના આપીને મુખ્ય માર્ગો ખુલ્લા કરવામાં આવેલા હતા.. 

error: Content is protected !!