Monday, 09/09/2024
Dark Mode

ફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો

ફતેપુરાના આફવામાંથી ઝોલાછાપ તબીબ ઝડપાયો

હિતેશ કલાલ @સુખસર  

ફતેપુરા તા.11

આફવા ગામે થી નાના બાળકોની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો 

 તાલુકા આરોગ્ય વિભાગની ટીમે ઇન્જેક્શનો બોટલો સહિતનો જથ્થો જપ્ત કર્યો

               પ્રતિનિધિ દ્વારા સુખસર

ફતેપુરા તાલુકાના આફવા ગામે બોગસ તબીબ   દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે તાલુકો આરોગ્ય અધિકારી ની ટીમ દ્વારા ગુરૂવારના રોજ નાના બાળકોની સારવાર કરતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો તેમજ તેની પાસેથી ઇન્જેક્શન બોટલો દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તબીબને પોલીસ મથકે સોંપ્યો હતો

                 
ફતેપુરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારના મોટાભાગના ગામોમાં બોગસ તબીબો સારવાર કરી ગરીબ પ્રજા  આરોગ્ય સાથે ગંભીર પ્રકારના ચેડા કરી રહ્યા છે તેમજ ફતેપુરા સુખસર બલૈયા જેવા ગામોમાં પણ હોમિયોપેથીની ડિગ્રી ધરાવતા તબીબો એમ.બી.બી.એસ ની ડિગ્રી જેવા સારવાર કરી રહ્યા છે. જેમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો કે આર હોન્ડા મેડિકલ ઓફિસર વી.જે ડીંડોર સહિતની ટીમ દ્વારા ગુરૂવારના રોજ આપવા ગામેથી બાતમીના આધારે બોગસ તબીબની ધરપકડ કરી હતી બોગસ તબીબના દવાખાનાને પર છાપો મારતા આ તકલીફ નાના બાળકોની સારવાર કરતો હોવાનો રંગેહાથ ઝડપાઇ ગયો હતો તબીબના દવાખાનામાંથી અઢળક દવાઓનો જથ્થો ઇન્જેકશનો અને બોટલો પણ મળી આવ્યા હતા આટલી મોટી સંખ્યામાં દવાનો જથ્થો બોગસ તબીબને કોને આપ્યો તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે

ફોટો 

આફવા ગામે બોગસ તબીબ નાના બાળકોની સારવાર કરતો ઝડપાયો જે તસવીરમાં નજરે પડે છે

error: Content is protected !!