સંજેલી તરકડા મહુડી કેસમાં હત્યા કરનાર આરોપીના વસ્ત્રો મળી આવ્યા પથ્થરમાં લપેટાઇ હાલતમાં વસ્ત્રો કૂવામાંથી મળી આવ્યા,કૂવામાં વસ્ત્રો સહીત અન્ય સામગ્રી હોવાની આશંકા, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માટે અમદાવાદથી લવાયેલ ડોગને સુગંધ કે સ્મેલ કુવા તરફ પણ ના ગયા
સંજેલી તા.12
સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે એક જ પરિવારના છ સભ્યોની સામૂહિક હત્યા ની ઘટનાને લઇ જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ શરૂ કરાઇ હતી પરંતુ હત્યાનું કારણ જાણી શકાયું ન હતું જ્યારે મંગળવારના રોજ સંજેલી મહિલા પીએસઆઇ દ્વારા નજીકના કુવાનું પાણી ઉલેચતા હત્યા કરાયેલી કુવાડી મળી આવતાં બુધવારના રોજ વધુ તપાસ હાથ ધરતા પથ્થર સાથે લપેટાયેલ હાલતમાં વસ્ત્રો પણ મળી આવ્યા હતા
સંજેલી તાલુકાના તરકડા મહુડી ગામે 13 દિવસ અગાઉ ભરત પલાસ પત્ની અને ચાર બાળકો મળી કુટુંબના છ સભ્યોની ગળા કાપી સામૂહિક હત્યા કરાઇ હોવાની ઘટના સામે આવતા જિલ્લા સહિત રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ડીઆઇજી ડીએસપી નાયબ કલેકટર મામલતદાર ધારાસભ્ય રમેશ કટારા સરપંચ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સઘન શોધખોળ ચાલુ કરી હતી જેમાં પિતરાઈ ભાઈ વિક્રમ ની ગળુ કપાયેલી લાશ મોરબી રેલવે ટ્રેક પરથી મળી આવી હતી અને તેને જ હત્યા કરી હોવાનું અનુમાન લગાવાયું હતું તેમજ હત્યા કયા હથિયારથી કરી તેની ચારેકોર શોધ કરાઈ હતી કૂવામાં લોહચુંબક નાખીને પણ તપાસ કરાઇ પરંતુ કોઇ જ હથિયાર મળ્યું ન હતું જ્યારે મંગળવારના રોજ જિલ્લા પોલીસ અધિકારી હિતેશ જોયસર dysp બિ વિ જાદવ ના માર્ગદર્શન હેઠળ સંજેલી ના મહિલા પી.એસ.આઇ ડી જે પટેલ બીટ જમાદાર ભુરાભાઇ પારગી અને એસઆરપી જવાનોની દ્વારા તરકડા મહુડી ખાતે મૃતકના ઘરની નજીકના જુનવાણી કૂવામાંથી તપાસ માં કુહાડી મળી આવતા વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે બુધવારના સવારે કૂવામાનું પાણી ખાલી કરી વધુ તપાસ હાથ ધરતા લાલ કાળા કલરનું શર્ટ તેમજ ચેક્સ વાળો કાળું પેન્ટ પથ્થરમાં લપેટાયેલું મળી આવ્યું હતું જે વિક્રમનું જ હોવાનું જણાઈ આવ્યું છે હાલ તો પોલીસને 13 દિવસ પછી હત્યામાં વપરાયેલી કુહાડી તેમજ વસ્ત્રો મળી આવ્યા છે ત્યારે આ હત્યા કરવા પાછળનું કારણ શું હત્યા કરનાર વિક્રમ એટલો જ હતો કે અન્ય કોઈ વ્યક્તિની મદદથી હત્યા કરવામાં આવી છે જે તરફની તપાસ કરવામાં જેથી આવા બનાવો ફરી ના બને અને હત્યારાઓને તેની પાપની સજા મળે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે બોક્સ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન તપાસ માટે સામાન્ય સુગંધ પણ પારખી શકે સ્મેલથી પણ સુરાગ પકડી શકે તેવા અમદાવાદી ડોગને પણ લાવવામાં આવ્યો કૂવામાંથી વસ્ત્રો તેમજ કુહાડી મળી આવી છે ત્યારે આટલા મોટા કેસમાં કુવાની નજીકમાં ડોગને ખબર કેમ ન પડી કે પછી વિક્રમ ના ઘર પાસે ડોગ કેમ ન ગયો તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે બોક્સ તરકડામહુડી વિસ્તારના સરપંચ મહેન્દ્રભાઇ પલાશ જોડે વાત કરતાં જાણવા મળ્યું હતું કે કુંવા માથી કુહાડી મળી છે કે વસ્ત્રો મળ્યા છે તે બાબતની મને કોઇ જાણ કરવામાં આવી નથી કે મને બોલાવવામાં આવ્યો નથી હત્યા એક જ વ્યક્તિથિ થઈ શકે તે શક્ય નથી તેવું ગામ લોકો દ્વારા ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બુધવારના વહેલી સવારે કુવામાંથી પાણી ઉલેચી હતું જેમાંથી લાલ કાળા કલરનો શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પથ્થરથી લપેટી કૂવામાં નાખી દીધેલું મળી આવ્યું હતું જે તપાસ કરતાં વિક્રમનું જ વસ્ત્રો હોવાનું જાણવા મળ્યું છે.