Friday, 11/10/2024
Dark Mode

ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના

ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરામાં જાહેરમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના, સ્વચ્છતા દર્પણ ભાગ ૩ માં દાહોદ જિલ્લો દેશમાં પ્રથમ ક્રમે ?સ્વચ્છતા અભિયાનમાં માત્ર કાગળ પર જ કામગીરી?

પ્રતિનિધિ સુખસર તા. 16

ફતેપુરા નગરમાં સ્વચ્છતા અભિયાનના ઠેરઠેર લીરા ઉડાવતા હોય તેઓ જોવા મળી રહ્યું છે સ્વચ્છતા માટેની કોઇ જ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી જાહેર રસ્તા પર પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી વાળો કચરો ફેંકવામાં આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના સેવાઈ રહી છે સ્વચ્છતા દર્પણ ભાગ ૩ માં દેશમાં  દાહોદ જિલ્લાનો પ્રથમ નંબર કેવી રીતે આવ્યો તે પણ એક વિચારવા લાયક છે

  દાહોદ જિલ્લામાં સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કામગીરી કરવામાં આવી હતી જેમાં સ્વચ્છતા દર્પણ ભાગ ૩ માં આખા દેશમાં દાહોદ જિલ્લાનો પ્રથમ નંબર આવ્યો હતો જ્યારે મોટાભાગના ગામોમાં સ્વચ્છતા અભિયાનના  લીરેલીરા ઉડતા હોય તેવું આંખે જોતા જણાઈ આવે છે ફતેપુરા નગરમાં ઠેર ગંદકી જોવા મળી રહી છે જ્યારે તળાવ વિસ્તારમાં જાહેર રોડ પર આખા ગામનો કચરો ઠાલવી દેવામાં આવે છે જેમાં પ્લાસ્ટિકની થેલીઓ અને ગંદકી કચરો જાહેર માર્ગો પર રેલાઈ રહ્યો હોવાથી ગંભીર પ્રકારનો રોગચાળો ફાટી નીકળવાની સંભાવના નકારી શકાય તેમ નથી જેથી જિલ્લા કલેકટર દ્વારા સત્વરે ગંદકી બાબતે કાર્યવાહી કરાવાય તે જરૂરી બન્યું છે.

error: Content is protected !!