Wednesday, 11/12/2024
Dark Mode

સાગટાળા પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામેથી વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ..

November 20, 2024
        3485
સાગટાળા પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામેથી વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ..

રાજેશ વસાવે :- દાહોદ 

સાગટાળા પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામેથી વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ..

દાહોદ તા.20

સાગટાળા પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામેથી વિદેશી દારુ ભરેલી કાર ઝડપાઈ..

દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ડભવા ગામેથી સાગટાળા પોલીસે એક ફોર વ્હીલર ગાડી માંથી પ્રોહીબીશનનો રૂા.2,56,800/-ની કિંમતના વિદેશી દારુના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.6,56,800/-નો આ મુદ્દામાલ સાથે કારના ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

સાગટાળા પોલીસ ગત તા.૨૦મી નવેમ્બરના રોજ પેટ્રોલિંગમા હતી તે સમય દરમ્યાન મળેલ બાતમીના આધારે પોલીસે દેવગઢ બારીઆના ડભવા ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી જ્યાં ફોર વ્હીલર ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ લેતાં પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી ભગાવી નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો અને રસ્તામાં પોલીસે ફોર વ્હીલર ગાડીના ચાલકને ફોર વ્હીલર ગાડી સાથે ઝડપી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!