Saturday, 27/07/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,

દાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય,

હિતેશ કલાલ @ સુખસર 

દાહોદ જિલ્લામાં કેન્દ્રની ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની માહિતી અગાઉથી આપી દેવાતા આશ્ચર્ય, ઓચિંતી મુલાકાત લેવાય તો જ સાચી હકીકત જાણી શકાય, અંતરિયાળ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રોમાં ચાલતો લોલમલોલ વહીવટ    

પ્રતિનિધિ  સુખસર તા. 16

દાહોદ જિલ્લામાં 17 થી 23 ઓક્ટોબર સુધી કેન્દ્રીય કક્ષાની ટીમ આરોગ્ય કેન્દ્રો ની માહિતી રહેવા માટે આવનાર છે જેમાં આ ટીમ કયા આરોગ્ય કેન્દ્રમાં જશે તેની પહેલેથી જ સૂચના આપી દેવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે આ ટીમ દ્વારા ઓચિંતી મુલાકાત લેવાય તો જ આરોગ્ય કેન્દ્રમાં ચાલતા લોલમલોલ વહીવટને પર્દાફાસ કરી શકાશે 

દાહોદ જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરોમાં સરકારની યોજનાઓ મુજબ કામગીરી ચાલે છે કે નહીં તેની ચકાસણી અર્થે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે 17 થી 23 ઓક્ટોબર સુધી વિવિધ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરનાર છે જ્યારે જિલ્લામાં કેન્દ્રમાં આ ટીમ તપાસ કરવા જણાવશે તેની યાદી અગાઉથી જ આપી દેવામાં આવતા આશ્ચર્ય સર્જાયું છે ટીમ આવવાની હોવાથી જે તે આરોગ્ય વિભાગ દ્વારા ટીમમાં કેવા પ્રકારની માહિતી લેવામાં આવનાર છે તેની તૈયારીઓમાં જોતરાઇ ગયા છે આરોગ્ય કેન્દ્રને તમામ રીતે સંપૂર્ણ કરી દેવાની કામગીરીમાં લાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં લોલમલોલ વહીવટ ચાલી રહયો છે અપૂરતી સુવિધાઓ અનિયમિત સ્ટાફના કારણે પ્રજાને સમયસર સરકારી લાભો મળી રહેતા ન હોવાનું જણાઇ રહ્યું છે જેથી કેન્દ્રની ટીમ દ્વારા ઓચિંતી આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવનાર ટીમની રજેરજ ની માહિતી લીક થતા સ્થાનિકોમાં આશ્ચર્ય 

દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકારમાંથી ટીમ આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવનાર છે જેમાં જિલ્લામાં આ ટીમ કયા રોડ પરથી કયા  સામુહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર ની મુલાકાત લેશે તેની જાણકારી આપી દેવાઇ છે તેમ જ જિલ્લામાંથી 27 જેટલા કર્મચારીઓનો સ્ટાફ ટીમ સાથે રહી કેવા પ્રકારની માહિતી આરોગ્ય કેન્દ્ર માંથી મળશે તેની પણ જાણકારી આપી દેવાઇ હોવાનું જાણવા મળ્યું હતું.કેન્દ્રમાંથી આવતી crm ની ટીમ જિલ્લામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર 6, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર 19, અને સબ સેન્ટર 17 , માં મુલાકાત લેવા માટે  જનાર હોવાની નામ સાથેની યાદી કેન્દ્રોમાં મોકલવામાં આવતાં આશ્ચર્ય સર્જાયુ છે

error: Content is protected !!