
હિતેશ કલાલ @ સુખસરઆરઆર સેલની ટીમે સુખસર વિસ્તારમાંથી વધુ એક ચોરીની બાઇક જપ્ત કરવામાં સફળતા.ટીમ દ્વારા છ મહિનામાં સુખસરમાંથી ચોરીની 16 બાઈકો કબ્જે લેવાઇ.સુખસર તા.07ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં આરઆર સેલની ટીમ દ્વારા છેલ્લા છ મહિનામાં ૧૬ જેટલી ચોરીની બાઇક જપ્ત કરાઇ હતી જેમાં બુધવારની રાત્રે પણ ઝાબ પૂર્વ ગામેથી વધુ એક બાઇક જપ્ત કરી હતી. આરોપીની પણ ધરપકડ કરાઈ હતી.પંચમહાલ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડાની સૂચનાથી પીએસઆઇ આઇ.એ. સિસોદિયા ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ હિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ, ઘનશ્યામભાઈ તથા દિનેશ કુમાર દ્વારા બાતમીના આધારે સુખસર વિસ્તારના જાબ પૂર્વ ગામે થી ઘરમાં સંતાડી રાખેલી ચોરીની બાઇક જપ્ત કરી હતી સરકારી પોકેટ કોપ મોબાઈલ દ્વારા તપાસ કરતા આ બાઈક બાબુભાઈ ભાભોર રહે જેતપુર તાલુકો ઝાલોદ ની હોવાનું જાણવા મળ્યું હતું આરોપી રાજુ મહેશભાઈ મછાર એ આ બાઈક ઝાલોદ બજાર વિસ્તારમાંથી એક વર્ષ અગાઉ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. છેલ્લા છ મહિનામાં સુખસર વિસ્તારમાંથી આરઆર સેલની ટીમ દ્વારા ૧૬ જેટલી ચોરીના બાઇકો જપ્ત કરાઇ હતી આ તમામ બાઈક માં ચેચીસ નંબર અને એન્જિન નંબર અલગ મળ્યા હતા જેથી બાઇકચોર દ્વારા એન્જિન બદલવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહી હોવાનું જાણવા મળ્યું હતું.