Saturday, 27/07/2024
Dark Mode

દાહોદથી રતલામ જતી મેમુ ટ્રેનમાં કિન્નરો બાખડતાં બે કિન્નરો નીચે પટકાતા એકનું મોત, અન્ય કિન્નરને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો: કિન્નરોના અખાડાએ લાશનો અસ્વીકાર કરતા આશ્ચર્ય

દાહોદથી રતલામ જતી મેમુ ટ્રેનમાં કિન્નરો બાખડતાં બે કિન્નરો નીચે પટકાતા એકનું મોત, અન્ય કિન્નરને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો: કિન્નરોના અખાડાએ લાશનો અસ્વીકાર કરતા આશ્ચર્ય

દાહોદથી ત્રણ કિન્નરો મેમુ ટ્રેનમાં બક્ષિશ માંગવા ગયેલા કિન્નરો અંદરો અંદર બાખડ્યા બાદ કિન્નરનું સંતુલન બગડતા નીચે પાડવા જતા અન્ય કિન્નર પણ ચાલુ ટ્રેને પટકાયા બાદ એક કિન્નરનું મોત તેમજ એક કિન્નર ઘાયલ થતા ઉશ્કેરાયેલા ગ્રામજનોએ ત્રીજા કિન્નરને માર મારતાનો વિડિઓ સોશ્યલ મીડિયામાં થયો વાયરલ,  વિડિઓના આધારે પોલીસ તપાસમાં જોતરાઈ, સમગ્ર ઘટનામાં આગળ જતા વધુ ઘસ્ફોટક થવાની વકી.

દાહોદ ડેસ્ક  તા.૦૭

દાહોદ શહેરમાં રહેતા ત્રણ કિન્નર જેમાં નિરાલી કુંવર,આરોહી કુંવર અને નયનાકુંવર એમ ત્રણે જણા ગતરોજ દાહોદથી રતલામ જતી મેમુ ટ્રેનમાં બેસી મુસાફરો પાસેથી બક્ષીસની ઉઘરાણી કરી રહ્યા હતા તે સમયે અંદરો અંદરો કિન્નરોમાં ઝઘડો તકરાર થતાં ઉગ્ર બોલાચાલીમાં હાથાપાઈ ઉપર વાત ઉતરી આવી હતી અને હાથાપાઈમાં ચાલુ ટ્રેને બે કિન્નરો ચાલુ ટ્રેનમાંથી પટકાયા હતા જે પૈકી આરોહી કુંવર કિન્નરનુ સ્થળ પર જ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા એક નયનાકુંવરને ગંભીર ઈજાઓ થતાં તેને દાહોદની એક ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલે વધુ પ્રાપ્ત વિગતો અનુસાર અને ચોંકાવનારી હકીકત જાણવા મળ્યા મુજબ આ જ્યારે આ કિન્નરો બાખડતા હતા ત્યારે ઝપાઝપીમાં બે કિન્નરો નીચે પટકાયા હતા તે જાતા મુસાફરોએ ટ્રેનની ચેઈન પુલીંગ કરી હતી અને જે બાદ નિરાલીકુંવર દ્વારા આ નીચે પટકાયેલ કિન્નરો પાસે ગઈ હતી જ્યાં ઉપસ્થિત ગ્રામજનોએ આ નિરાલીકુંવરને પકડી કહેવા લાગેલ કે, તમો પાંચ – પાંચ રૂપીયાની ઉઘરાણીના કારણે અંદરો અંદર ઝઘડા થયા અને આ કિન્નરનું ચાલુ ટ્રેનમાંથી પટકાતા મોત નીપજ્યું છે, શું કામ આવા કામો કરો છો જેથી જીવ જોખમાય, તેમ કહી ગ્રામજનોએ ઝડપાયેલ નિરાલીકુંવરને માર માર્યાે હતો. આ સમગ્ર મામલાનો વિડીયો હાલ દાહોદ શહેર સહિત પંથકમાં વાઈરલ થવા માંડ્યો અને લોકોમાં પણ અનેક સવાલો ઉભા થયા હતા. બીજી તરફ મૃતક આરોહીકુંવર દાહોદ શહેરમાં અઠવાડીયા પહેલાં જ આવી હતી અને આ કિન્નરોમાં જોડાઈ હતી. આ મૃતક કિન્નર ક્યાંની છે? વિગેરે તેની માહિતી હાલ કોઈની પાસેથી નથી ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ હાથ ધરાય તો અનેક રહસ્યો સામે આવવાની સંભાવનાઓ છે.

દાહોદના અનાસ રેલ્વે સ્ટેશન ખાતે ગતરોજ ચાલુ ટ્રેને પડી જવાના બનાવમાં એક કિન્નરનું મોત નીપજ્યું હતુ જ્યારે એક કિન્નર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને દાહોદની ખાનગી હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડાયાના બનાવ બાદ આજરોજ દાહોદ શઙેર પોલીસ મથકે આ સંબંધે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવતાં પંથકમાં તરેહ તરેહની ચર્ચઓએ જાર પકડ્યુ છે ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટનાને મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.

આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના ઓન ડ્યુટી માસ્તર દ્વારા દાહોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંદર્ભે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે.

કિન્નરોના અખાડાએ મરણજનાર આરોહી કુંવરની લાશનો અસ્વીકાર કરાતા આખરે પોલીસે લાશને વડોદરા કોલ્ડરૂમ ખાતે મોકલી દીધી 

દાહોદના કિન્નરોના અખાડાએ મરણ જનાર આરોહી કુંવર  અમારા અખાડામાં 15 દિવસ પેહલા આવી હતી આ કિન્નર ક્યા અખાડાની છે તે અમોને ખબર નથી અમે આને ઓળખતા નથી તેમ કહી લાશનો અસ્વીકાર કરતા આખરે પોલીસે લાશને વડોદરા કોલ્ડ રૂમમાં મોકલી આપી છે

———————————————————

About Author

Editor Dahod Live

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!