Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ બજારમાં કોરોનાનો કહેર યથાવત: કોરોના ગાઇડલાઇનના ઉડતા ધજાગરા: કોરોના સંક્રમણ માં નોંધપાત્ર વધારાથી પંથકમા ફફડાટ ફેલાયો   

સિંગવડ બજારમાં કોરોનાનો કહેર યથાવત: કોરોના ગાઇડલાઇનના ઉડતા ધજાગરા: કોરોના સંક્રમણ માં નોંધપાત્ર વધારાથી પંથકમા ફફડાટ ફેલાયો   

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ બજારમાં કોરોનાનો કહેર યથાવત: કોરોના ગાઇડલાઇનના ઉડતા ધજાગરા: કોરોના સંક્રમણ માં નોંધપાત્ર વધારાથી પંથકમા ફફડાટ ફેલાયો

સીંગવડ તા. 01

  સીંગવડ બજાર તથા આજુબાજુ ગામડાઓમાં કોરોના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો તેમ લાગી રહ્યું છે.જ્યારે બજારમાં પણ દિવસે દિવસે નવા કેસો બહાર આવતાં આરોગ્ય વિભાગમાં પણ હરકતમાં આવી ગયું હતું.જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા પણ આ અંગે વારંવાર સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા  તથા વારંવાર હાથ ધોવા વગેરે તથા ઘરની બહાર કામ વગર નહીં નીકળવા જણાવવા છતાં લોકો સરકારની ગાઇડ લાઇનને નેવે મૂકીને બજારમાં જેમ ફાવે તેમ રખડે છે.તથા માસ્ક પણ પહેર્યા વગર રખડતા હોવાના કારણે કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આરોગ્યની ટીમ દ્વારા વારંવાર કહેવા છતાં તેના સામે કોઇપણ વ્યક્તિઓ દ્વારા તેનો અમલ નહી કરવામાં આવતા સીંગવડ  તથા આજુબાજુ ગામડા માં કોરોના નો  કેર વધવા માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે.

error: Content is protected !!