
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ભીતોડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ*
*આંગણવાડીમાં 10, બાલવાટિકામાં 20 અને ધોરણ 1માં 25 બાળકોને નોટ,પેન,પેન્સિલ, રબર,કલર જેવી કીટોનું વિતરણ કરાયું*
સુખસર,તા.28
ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળામાં તારીખ 28/6/2025 ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો ,ભાઈઓ-બહેનો,માતાઓ અને એસ.એમ.સી.ના સભ્યો હાજર રહ્યા હતા.જ્યારે અધિકારી ઓમાં દાહોદ જિલ્લાના ડેપ્યુટી ડી.ડી.ઓ, ફતેપુરા બી.આર.સી કો.ઓ સુપરવાઇઝર બેન,સી.આર.સી હાજર રહ્યા હતા.
તમામ અધિકારીઓ,ગામના યુવાનો દ્વારા આદિવાસી તલવાર નૃત્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સૌ અધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.તથા શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યા હતા.ઉપસ્થિત મહેમાનોનું બાળકોએ પુસ્તક દ્વારા સ્વાગત કર્યું હતું.અને આચાર્ય દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે ગત વર્ષે વાર્તા સ્પર્ધામાં ઝોન કક્ષાએ ગયેલ દીકરી દ્વારા વ્યસન મુક્તિ વિશે પોતાના વિચાર રજૂ કરવામાં આવ્યા હતા.જેમાં વ્યસનોથી થતું આર્થિક,શારીરિક અને મનસિક નુકસાન વિશે ખૂબ સારી સમજ આપવામાં આવી હતી.
ત્યાર બાદ આંગણવાડી માં 10,બાલવાટિકામાં 20 અને ધો 1 માં 25 બાળકોને બેગ,નોટ ,પેન ,પેન્સિલ રબર ,કલર જેવી કીટોનું લોક સહકારથી વિતરણ કરીને મહેમાનોમાં હસ્તે કુમકુમ તિલક કરીને બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.ત્યાર બાદ બી.આર.સી. કો-ઓર્ડીનેટર દ્વારા શિક્ષણનું મહત્વ અને સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ દીકરી દ્વારા”બેટી બચાવો, બેટી પઢાવો”વિશે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.તથા 100 ટકા હાજરી ધરાવતા 10 બાળકો ધો 3 થી 8 માં પ્રથમ નંબર મેળવેલ,6 બાળકો ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવેલ 8 બાળકો એન.એમ.એમ.એસ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર 1 બાળક મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરનાર 5 બાળકો,વર્તા સ્પર્ધામાં તાલુકામાં પ્રથમ સ્થાન મેળવેલ 1 દીકરી મળી કુલ 32 જેટલા બાળકોને નોટબુક અને કંપાસ આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે જમીન દાતા,બેસ્ટ એસ.એમ.સી સભ્ય ગત વર્ષે તિથિભોજન આપનારનું સન્માન કરવામાં આવ્યું હતુ.સાથે મંડપનો સહયોગ કરનારનુ સન્માન કરવામાં આવ્યું હતુ.બાળકોને દેશી હિસાબનો સહયોગ આપના એસ.એમ.સી અધ્યક્ષનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતુ.તથા શાળા પરિવાર દ્વારા બાળકો અને ગ્રામજનોને દાળભાત અને બૂદીનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું.છેલ્લે મુખ્ય મહેમાન દ્વારા હજી પણ બાળકો વધુને વધુ સરકારશ્રીની યોજનાઓ લાભ મેળવી સાયન્સ ક્ષેત્રમાં આગળ વધે, હાજરીમાં સુધારો થાય,પોતાના બાળકને દરરોજ શાળાએ મોકલો અને તેનું ધ્યાન રાખવા માટે આહવાન કરવામાં આવ્યું હતુ.ત્યારબાદ આચાર્ય દ્વારા તમામનો આભાર માનીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.તથા મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરીને એક-એક વૃક્ષની જવાબદારી એસ.એમ.સી ના સભ્યોને જવાબદારી આપી હતી.ત્યારબાદ ગ્રામજનો અનેએસ.એમ.સી ના સભ્યો સાથે જરૂરી ચર્ચા અને પ્રશ્નોત્તરી કરીનેમાર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ખરેખર પ્રવેશોત્સવ સાચા અર્થમાં શિક્ષણનો મોટો ઉત્સવ બની રહે એવી રીતે ઉજવણી કરવામાં આવી હતી.