દાહોદ તા.૧૪
દાહોદ શહેરમાં ગતરોજ આઠ કલાકમાં આઠ ઈંચ વરસાદના પગલે ઠેર ઠેર પુર જેવી Âસ્થતીએ રૂપ લીધુ હતુ. ઘરો,સરકારી કચેરીઓ, સોસાયટીઓ,નીચાળવાળા વિસ્તારો, છુપડપટ્ટીઓ, જાહેર રસ્તાઓ વિગેરે જેવા સ્થળો વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તંત્ર દ્વારા ગતરોજથી જ રેસ્ક્યુ કામગીરીમાં જાતરાય જઈ પ્રજાને સુવિધા પુરી પાડવામાં લાગી ગઈ હતી ત્યારે આજરોજ મેઘરાજાએ વિરામ લેતા તંત્ર દ્વારા અસરગ્રસ્ત સોસાયટીઓ, ઝુપડ પટ્ટીઓ, ગલી મહોલ્લા વિગેરે જેવા સ્થળોએ સાફ સફાઈ હાથ ધરી રોગચાળો ન ફેલાય તેની તકેદારી રાખી ફોંગીગની કામગીરી પણ હાથ ધરી હતી.
દાહોદના ઈતિહાસમાં લગભગ પ્રથમ વખત આઠ કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તેવું આ પ્રથમ ચોમાસુ હોય તેમ લાગી રહ્યુ છે. વીજળીના કડાકા અને ભડાકા સાથે મેઘરાજાના તાંડવના પગલે દાહોદ શહેરમાં ઠેર ઠેર પુર જેવી Âસ્થતી સર્જાવા પામી હતી. દાહોદનો કોઈ એવો વિસ્તાર બાકી ન રહ્યો હોય જેમાં વરસાદી પાણી ભરાયા ના હોય. વરસાદી પાણી ભરાઈ જવાથી દાહોદની પ્રજાને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો. ગઈકાલના વરસાદના પગલે આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્ર કામે લાગી ગયુ છે. અસરગ્રસ્ત સોસાયટીઓ,નીચાળવાળા વિસ્તારો, ઝુપડપટ્ટીઓ, ગલી મહોલ્લા જેવા વિસ્તારોમાં આજરોજ વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈનું ધ્યાન રાખી સાફ સફાઈ કરવામાં આવી હતી. કચરો, ગંદકીને સાફ કરી વિસ્તારો સ્વચ્છ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આની સાથે સાથે રોગચાળો ન ફેલાય તેની તકેદારી પણ રાખી ફોગીંગ પણ કરવામાં આવી રહ્યુ છે. દાહોદ જિલ્લા સમાહર્તા દ્વારા ગતરોજ દાહોદના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નિરીક્ષણ પણ કરવામાં આવ્યુ હતુ. જેને અનુસંધાને વધુ અસગ્રસ્ત વિસ્તાર એવો ફખરી સોસાયટી જ્યા વરસાદી પાણી ઘર સુધી ઘુસી ગયા હતા આ વિસ્તારમાં સાફ સફાઈ તેમજ ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.
દાહોદમાં વરસાદે વિરામ લેતાં સાફ સફાઈ અભિયાન શરૂ
About Author
Editor Dahod Live
Latest News
National
- 06/04/2023
- 01/11/2022
- 18/06/2022
- 10/06/2021
Gujarat
- 30/09/2023
- 29/09/2023
- 25/09/2023
- 30/08/2023
Sports
- 10/03/2023
- 16/09/2022
- 21/06/2022
- 10/06/2021
- 12/05/2021
- 20/04/2019
- 18/04/2019
- 17/04/2019
- 17/04/2019
ગરબાડામાં એક જ પરિવારના ત્રણ ભાઈઓના મકાનોમાં આગ લાખોનું નુકસાન, #livedahod #garbada
Dahod Live 625 views 11 hours ago
લગ્નોમાં થતા ખોટા ખર્ચાઓથી આદીવાસી સમાજ પાયમાલ થઇ રહ્યો છે.#livedahod #birsamundatrust
Dahod Live 2.2K views 13 hours ago
માતા પિતા સાવધાન::તમારું બાળક કોઈ વ્યસન નું બંધાણી તો નથી ને.? #livedahod #tobacconews
Dahod Live 476 views 19 hours ago
સાબરમતી-આગ્રા કેન્ટ માલગાડી સાથે અથડાઈ:ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતર્યા.#Rajasthan #TrainAccident
Dahod Live 400 views 21 hours ago
દાહોદમાં ભીલ સમાજ પંચ તેમજ ડીજે સંચાલકો વચ્ચે ગજગ્રાહ l #livedahod #bhilsamaj #adiwasi
Dahod Live 18.5K views 23 hours ago
ઓઇલ ફેક્ટરીમાં રેડ કરવા આવેલા નકલી ફુડ ઓફિસર્સ ઝડપાયા. #દાહોદલાઇવ #दाहोद
Dahod Live 2.9K views 17/03/2024 20:20
દાહોદમાં હોળી ટાણે ફાગોત્સવમાં મહીલાઓએ ધુમ મચાવી l #livedahod #દાહોદલાઈવ #fagotsav #holi
Dahod Live 925 views 17/03/2024 13:25
અલીરાજપુરમાં વયોવૃદ્ધનાં અનોખી રીતે અંતિમ સંસ્કાર, #reels #alirajpur #દાહોદલાઇવ
Dahod Live 2.2K views 17/03/2024 08:35
લોકશાહીનું પર્વ સહુ સાથે મળીને ઉજવીએ:યોગેશ નિર્ગુડે #livedahod #દાહોદલાઈવ
Dahod Live 451 views 16/03/2024 22:45