દાહોદ રેલવેસ્ટેશન આતંકવાદી ઘૂસ્યા હોવાની ખબરો સાથે શહેરવાસીઓના જીવ તાળવે ચોંટયા :અંતે મોકડ્રિલ હોવાનું બહાર આવતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો 

0
955

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ રેલવે સ્ટેશને આરપીએફ દ્વારા મોકડ્રિલનું આયોજન કરાયું
  • રેલવે સ્ટેશને બે આતંકવાદી ઘુસ્યા હોવાની ઘટના બાદ આ વિસ્તારના સમયે  સુરક્ષાલક્ષી કામગીરી માટે આરપીએફ દ્વારા મોકડ્રિલ થકી રેલવે કર્મચારીઓ તેમજ મુસાફરોને જાગૃત કર્યા
  • દાહોદ રેલવેસ્ટેશન આતંકવાદી ઘૂસ્યા હોવાની ખબરો સાથે શહેરવાસીઓના જીવ તાળવે ચોંટયા :અંતે મોકડ્રિલ હોવાનું બહાર આવતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો 

દાહોદ તા.૦૧

દાહોદ રેલ્વે સ્ટેશને ખાતે આજે એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આપદાના સમયે  આતંકવાદી હુમલો કરવાન ઇરાદે રેલ્વે સ્ટેશને આવી જાય તો કેવા પ્રકારની સુરક્ષાલક્ષી

કામગીરી કરવા માટે આરપીએફ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.અને મુસાફરોને પણ આ અંગે જાગૃત કર્યાં હતાં.

 દાહોદ રેલ્વે સ્ટેશને ગઈકાલે જાણે કે, ખરેખર આતંકવાદી ઘુસી ગયા હોય તેવી પ્રતિતિ કરાવી હતી.પરંતુ બાદમાં રેલ્વે પોલીસ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોવાની ખબરો સાથે મુસાફરો સહિત દાહોદ શહેરવાસીઓએ રાહતનો

દમ લીધો હતો. જાણવા મળ્યા અનુસાર, દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે ગઈકાલે આરપીએફ દ્વારા મોકડ્રીલના આયોજનમાં આતંકવાદી સામે કેવા પ્રકારનું રૂખ અપનાવવામાં આવે અને કેવા પ્રકારની સુરક્ષાલક્ષી કામગીરી કરવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આવી વિપદા સમયે મુસાફરોના જીવને જાેખમ ઉભુ ના થાય અને આતંકવાદીને કેવી રીતે પકડી પાડવામાં આવે તેવી તાલીમ સહિત માર્ગદર્શન તાલીમમાં આપવામાં આવી હતી. આ મોકડ્રીલમાં એક ક્ષણે હાજર મુસાફરોમાં પણ ભય ફેલાયો હતો. ખરેખર રેલ્વે સ્ટેશને આતંકવાદી ઘુસી ગયાની વાતો સાથે રેલ્વે સ્ટેશન ખાતે સ્તબ્ધતાના માહોલ સાથે મુસાફરોમાં ફફડાટ સાથે જીવ તાળવે ચોંટી ગયાં હતાં.જોકે બાદમાં આ એક મોકડ્રિલ હોવાનું બહાર આવતા સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

—————————-

कोई जवाब दें

Please enter your comment!
Please enter your name here