
*_સિંગવડ તાલુકાના દાસા આવેલ શ્રી. નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ_*
સીંગવડ તા. ૨૯
સીંગવડ તાલુકાના દાસા ની શ્રી. નહેરુ ઉચ્ચતર માધ્યમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ખુબ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું ધો-9ની બાળાઓ દ્વારા સ્વાગતગીત રજુ કર્યું હતું. આ પ્રસંગે સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ ગોવિંદભાઇ વહોનિયાએ ધો.-9ના 221 અને ધો.- 11ના 160 જેટલા વિદ્યાર્થીઓને પુસ્તકો આપી પ્રવેશ અપાવ્યો હતો. દાસા સરપંચ રમીલાબેન કે. ભાભોર અને શાળા પરિવાર વતી ધો.-10 અને ધો.-12ના પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. શાળાના આચાર્ય જે.પી. પ્રજાપતિએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું મહત્વ સમજાવી કન્યાઓ માટેની વિવિધ યોજનાઓ વિશેની માહિતી આપી પ્રેરક ઉધબોધન કર્યું અને વિદ્યાર્થીઓના ઉજવલ ભવિષ્યની શુભકામના પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક બી.આર.ચરપોટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું