Wednesday, 11/12/2024
Dark Mode

સીંગવડમાં ગરીબ જરૂરતમંદ લોકોમાં રાહતસામગ્રી કીટ વિતરણ કરાઈ

સીંગવડમાં ગરીબ જરૂરતમંદ લોકોમાં રાહતસામગ્રી કીટ વિતરણ કરાઈ

કલ્પેશ શાહ @ સીંગવડ

સીંગવડ તા.16

સિંગવડ તાલુકાના સિંગવડ ગામમાં જરૂરિયાત મંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સિંગવડ તાલુકાના સીંગવડ ગામના સરપંચ જીવણભાઈ વહુનીયા તથા માજી સંગઠન મંત્રી શૈલેષભાઈ ભટ્ટ દ્વારા ગામના વિધવા તથા બહારગામથી આવીને રહેતા તથા ગામના હરિજનવાસમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને અનાજ તેલ મોરસ દાળ વગેરે સામાનની કીટ તૈયાર કરીને આપવામાં આવી હતી.તથા સરપંચ તરફથી લોકોને માર્કસનો પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તથા પંચાયત તરફથી કરી આખા ગામમાં મલેરિયા ખાતાના વિભાગના કર્મચારીઓને બોલાવીને આખા ગામમાં સેનેટાઈઝ નો છટકાવ  કરવામાં આવ્યું હતું.  તથા આખા ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા.હજુ પણ જરૂરીયાત મંદોને જરૂર પડશે ત્યારે ત્યારે કીટ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું

error: Content is protected !!