Saturday, 11/05/2024
Dark Mode

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ..સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દે.બારીયાના જંબુસર ગામે બીજેપીની પ્રચાર મીટિંગમાં દારૂ વિતરણ કરતાનું વિડીઓ શોશ્યલ મીડિયામાં થયો વાયરલ

ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ..સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દે.બારીયાના જંબુસર ગામે બીજેપીની પ્રચાર મીટિંગમાં દારૂ વિતરણ કરતાનું વિડીઓ શોશ્યલ મીડિયામાં થયો વાયરલ
  • ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ…

  • દે.બારીયાના જંબુસર ગામે બીજેપીની પ્રચાર મીટિંગ બાદ વિદેશી દારૂ વિતરણ કરાયો

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા દારૂ વિતરણ કરતાનું વિડીઓ શોશ્યલ મીડિયામાં થયો વાયરલ

  • ચૂંટણી દરમિયાન વિદેશી દારૂ અંગે પોલ ખુલી:ચૂંટણી પહેલા રાજકીય પક્ષો દ્વારા દારૂની રેલમછેલ 

દાહોદ તા.૨૬

દેવગઢ બારીઆના જંબુસર ગામે ભાજપની ચુંટણી મીટીંગ બાદ લોકોને વિદેશી દારૂની મહેફીલ મણાવી માત્ર ભાજપનેજ મત આપવો તેવી હાજર લોકોને સુચનો કરતો વિડીયો દાહોદ જિલ્લાભરમાં વહેતો થતાં ભાજપાના રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો છે ત્યારે બીજી તરફ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધીના એલાન સાથે હવે આ જંબુસર ગામમાં વહીવટી તંત્ર વાઈરલ વિડીયો જાેઈ કેવા પ્રકારનું રૂખ અપનાવશે તે જાેવાનું રહ્યું.

દાહોદ જિલ્લામાં હાલ સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ પુરજાેશમાં ચાલી રહ્યો છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા અડી ચોટીનું જાેર લગાવી રહ્યાં છે. આવા સમયે દાહોદ જિલ્લામાં એક વિડીયો વાઈરલ થતાં રાજકીય મોરચે ચકચાર મચી જવા પામી છે અને તે પણ ખાસ ભાજપાના રાજકીય મોરચે અનેક તર્ક વિતર્કાે પણ વહેતા થયાં છે. દાહોદ જિલ્લામાં ગઈકાલથી સોશીયડલ મીડીયામાં એક વિડીયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં દેવગઢ બારીઆના જંબુસર ગામમાં ભાજપાની ચુંટણી મીટીંગ બાદ લોકોને દારૂનું વિતરણ કરવામાં આવતું હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જાેઈ શકાય તેમ છે. વિડિયોમાં ભાજપા પાર્ટીના સમર્થકો દ્વારા દારૂનું વિતરણ કરાતાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યાં હતાં. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ જંબુસર ગામે ભાજપની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરપુર માત્રામાં અને ખુલ્લેઆમ જાહેર જનતામાં આ દારૂની વહેંચણી કરી, કોઈક કાર્યકર દ્વારા, મારો દારૂ પીને એક પણ મત અપક્ષ કે કોંગ્રેસને જવો જાેઈએ નહીં, ઓન્લી ફોર ભાજપને જ આપડો મત જવો જાેઈએ તેવી ચર્ચા પણ વિડીયોમાં સંભળાતી હોવાનું વિડીયોમાં જણાતું હતું. આ વાઈરલ વિડીયો બાદ ભાજપના રાજકીય મોરચે ખળભળાટ મચી જવા પામ્યો હતાં.

———————————-

error: Content is protected !!