Saturday, 27/07/2024
Dark Mode

વડાપ્રધાનના સ્વચ્છ ભારત મિશનને સંજેલીમાં લાગ્યું ગ્રહણ :ઠેર ઠેર ગંદકીના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

વડાપ્રધાનના સ્વચ્છ ભારત  મિશનને સંજેલીમાં લાગ્યું ગ્રહણ :ઠેર ઠેર ગંદકીના ઢગલાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકા મથકે ઠેરઠેર ગંદકીના ઢગલાને પગલે લોકો પરેશાન, ચોમાસાની સીઝન પુરી થતા સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી તેમજ સાફ સફાઈ ના અભાવે રોગચાળો ફાટી નીકળવાની સેવાતી ભીતી, પાણીજન્ય રોગોથી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાયા સ્વચ્છતા અભિયાનના ડસ્ટબિન અને કચરા પેટીઓ નો અભાવે પંથકમાં કચરાના ઢગલા 

સંજેલી તા.15

દાહોદ  જિલ્લો  સ્વચ્છતા અભિયાનમાં દેશમા સ્વચ્છતા બાબતે પ્રથમ ક્રમે  છે.દાહોદ જિલ્લાના આઠ તાલુકામાં નો એક તાલુકો જેમાં સંજેલી તાલુકામાં સફાઈ અને સ્વચ્છતા અભિયાનની માત્રને માત્ર વાતો ઓન ચોપડે કરી માત્ર વખાણની આશા રાખે છે જોકે હકીકત કંઈક જુદી જ છે.સંજેલી તાલુકા મથકે ઠેરઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે ગટરોની પૂરતી વ્યવસ્થા નથી સ્વચ્છતા અભિયાનના ડસ્ટબિન કે કચરા પેટીઓ એક પણ નથી આંગણવાડી અને પ્રાથમિક શાળા પાસે  ગટરના ગંદા પાણી અને ગંદકીના ઢગલાને કારણે નાના ભૂલકાઓનું આરોગ્યને હાનિકારક છેલ્લા બે વર્ષથી તાલુકા જિલ્લા તેમજ ગ્રામ પંચાયતને રજૂઆત છતાં પણ યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી. 

સમગ્ર રાજ્યમાં દાહોદ  જિલ્લો સ્વચ્છતા અભિયાનમાં  નંબર આવ્યો છે ત્યારે જિલ્લામાં છેવાડા ના તાલુકા મથકે સ્વચ્છતા અભિયાન બાબતે તંત્રની બેદરકારીને કારણે નગરમાં એક પણ ડસ્ટબિન કે કચરા પેટી મુકવામાં આવી  નથી. એક પણ જાહેર શૌચાલય હાલમાં નગરમાં નથી તેમજ ગટરોની પૂરતી વ્યવસ્થાના અભાવને કારણે ગટરોના પાણી માંડલી ચોકડી પર આવેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રને પાસે ભરાતાં  ગંદકીના કારણે શાળાને આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓને આરોગ્ય સાથે ચેડા થઇ રહ્યા છે.છેલ્લા બે વર્ષથી યોજાયેલી તમામ ગ્રામપંચાયતોમા  તેમજ તાલુકા પંચાયતને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા આ બાબતે કોઇ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. હાલ વાલીઓ  દ્વારા બાળકોને પણઆંગણવાડી કેન્દ્રમાં  મોકલવામાં આવતા નથી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંજેલી નગરમાં સ્વચ્છતા બાબતે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને સંજેલી નગરમાં ગટરોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેમજ સ્વચ્છતાના ડસ્ટબીન મુકવામાં આવે તેમજ જાહેર શૌચાલયો બનાવવામાં આવે જેથી સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાન  જોવા મળે તેમ છે. 

error: Content is protected !!