Monday, 09/09/2024
Dark Mode

પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈ

પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈ

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈ

  • વિશ્વકર્મા જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

  •  covid-19 ગાઇડલાઇન પાલન વચ્ચે ભવ્ય શોભાયાત્રા નીકળી

  • પંચાલ સમાજના તેજસ્વી તારલા સમાન વિધાર્થીઓને પ્રમાણપત્રો આપી સમ્માનિત કરવામાં આવ્યા

પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈદાહોદ તા.૨૫

પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા આજરોજ વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જયંતિની ઉજવણી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ સાથે કોવિડ – ૧૯ની ગાઈડલાઈન હેઠળ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી.આ શોભાયાત્રામાં ખાસ મહિલા મંડળ દ્વારા રાશ ગરબાની રમઝટ આકર્ષણું કેન્દ્ર બની હતી.

પંચાલ સમાજ નવયુવક મંડળ દ્વારા વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ધામધુમપુર્વક ઉજવણી કરાઈ આજરોજ મહાસુદ તેરસને ગુરૂવારને તારીખ ૨૫.૦૨.૨૦૨૧ના રોજ દર વર્ષની માફક આ વર્ષે પણ દાહોદના પંચાલ નવયુવક મંડળ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શ્રી વિશ્વકર્મા મંદિર, ચેતના સોસાયટી, દાહોદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં શ્રી વિશ્વકર્મા ભગવાનનો કેશર દુધથીથી અભિષેક સવારે ૦૫.૧૫ કલાકે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ભગવાનનું પુજન સવારે ૦૮.૧૫ કલાક બાદ સવારે ૧૦.૩૦ કલાકે નીજ મંદિરેથી શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સમાજના આગેવાનો સહિત, મહિલા, બાળકો, વયોવૃધ્ધો લોકો મોટી સંખ્યામાં જાેડાયા હતાં. હાલ કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી સમાજ દ્વારા આ શોભાયાત્રા સહિત તમામ કાર્યક્રમો સરકારની ગાઈડલાઈનના નિયમો પ્રમાણે રાખી ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. આ વખતે શોભાયાત્રા ટુંક સમયમાં પુરી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં ખાસ સમાજની મહિલાઓ રાશ ગરબાની રમઝટ બોલાવી આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું. આ બાદ શોભાયાત્રા પુનઃ નિર્ધારિત સ્થળે પહોંચી હતી. પ્રાસંગિક પ્રવચન, ધરારોહણ, થાળ તથા મહાઆરતી બાદ બપોરે ૦૧.૦૦ કલાકે નીચ મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં ઘણા વિદ્યાર્થીઓને ઉસ્કૃષ્ઠ પરિણામ બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં હતાં. વયોવૃધ્ધ સહિત લોકોને સમાજ તરફથી સન્માતિ કરવામાં આવ્યા હતાં. નગરપાલિકાના કાઉન્સીલર જે બીન હરીફ ચુંટાઈ આવ્યા હતાં તેઓન પણ સન્માનિત કરવામાં આવ્યાં હતાં. હાલ ઓલ ઈન્ડિયા જર્નાલિસ્ટ એસોશીએશન ગુજરાત પ્રદેશ ઉમુખ તરીકે નિમણુંક પામેલ વિનોદ પંચાલને પણ સન્માતિ કરવામાં આવ્યાં હતાં. આમ, આ પંચાલ સમાજ દ્વારા આયોજીત વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ધામધુમ પુર્વક ઉજવાયો હતો.

———————————

error: Content is protected !!