Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પાસે મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જતી ટ્રક પલ્ટી ખાઈ:ડ્રાઈવર અને કન્ડક્ટરનો આબાદ બચાવ.

ફતેપુરા તાલુકાના સુખસર પાસે મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જતી ટ્રક પલ્ટી ખાઈ:ડ્રાઈવર અને કન્ડક્ટરનો આબાદ બચાવ.

   બાબુ સોલંકી :- સુખસર 

  • સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જતી ટ્રકે પલટી મારતા ડ્રાઈવર-કન્ડક્ટરનો આબાદ બચાવ.
  •     ટ્રકની સામે ફોર વ્હીલર ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાના કબજાની ગાડીને હંકારી લાવતા તેને બચાવવા જતા ટ્રકે વળાંકમાં પલટી મારી. 

ફતેપુરા તાલુકાના સુખસર પાસે મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જતી ટ્રક પલ્ટી ખાઈ:ડ્રાઈવર અને કન્ડક્ટરનો આબાદ બચાવ.

 ( પ્રતિનિધિ ) સુખસર,તા.૨૬

       ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકોની ગતિમર્યાદા ઉપર કોઈ રોકટોક ન હોઈ ગ્રામ્ય વિસ્તારના નાના-મોટા રસ્તાઓ સહિત હાઈવે માર્ગો ઉપર દિનપ્રતિદિન નાના- મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેમાં નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બને બને છે.ત્યારે સુખસર પંથકમાં દોડી રહેલા ટુ- ફોર વ્હીલર વાહનોની ગતિમર્યાદા ઉપર રોક લગાવવો ખૂબ જ જરૂરી જણાય છે. સમય આંતરે થતા અકસ્માતોમાં આજરોજ એક વધુ અકસ્માત મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જઇ રહેલી રાજસ્થાન પાસિંગની ટ્રકની સામે બેફિકરાઈથી હંકારી આવતી ફોર વ્હીલર ગાડીને બચાવવા જતા ટ્રકે મકવાણાના વરુણા પુલ પાસે વાંકમાં પલટી મારતા ટ્રકમાં ભરેલી દાણની બોરીઓ ફેંકાઈ ગઈ હતી.જ્યારે ટ્રકના ડ્રાઇવર-કંડકટર નો આબાદ બચાવ થયો હતો.

     જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા હાઈવે માર્ગ ઉપર પુલ પાસે વળાંકમાં આજરોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મંદસોરથી પશુઓ માટેનું દાણ ભરી મોરબી જઇ રહેલી ટ્રક નંબર આર.જે-૦૯.જીઇ-૧૮૩૬ ઝાલોદ થી સંતરામપુર જતા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઇ રહી હતી. તેવા સમયે સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા પુલ પાસે વળાંકમાં સામેથી પૂરપાટ અને ગફલત ભરી રીતે દોડી આવતી ફોરવીલર ગાડીને બચાવવા જતા ટ્રક ડ્રાઈવરે પોતાના કબજાની ગાડી ઉપરથી કાબુ ગુમાવતા ટ્રકે પલટી મારી હતી.જેમાં ટ્રક ડ્રાઇવર તથા કંડક્ટરનો નસીબજોગે આબાદ બચાવ થયો હતો.જ્યારે ફોર વ્હીલર ગાડીને તેનો ચાલક લઈ ભાગી ગયો હતો. આમ સુખસર પંથકમાં બેફિકરાઈથી વાહનો હંકારતા વાહનચાલકો અકસ્માત નોતરી ભાગી છૂટવાના બનાવો બની રહ્યા છે.ત્યારે વાહન ચાલકોની બેદરકારીના કારણે સર્જાતા અકસ્માતો ઉપર અંકુશ લાવવા વાહન ચાલકોની ગતિ મર્યાદા ઉપર રોક લગાવવો ખૂબ જરૂરી જણાય છે.

error: Content is protected !!