Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામેથી પસાર થતી ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા:ખેડૂતોને વ્યાપક નુકશાન

ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામેથી પસાર થતી ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા:ખેડૂતોને વ્યાપક નુકશાન

 બાબુ સોલંકી :- સુખસર 

કડાણાથી દાહોદ જતી સિંચાઈ યોજનાની લાઈનમાં ઉદઘાટનના 10 દિવસના સમયગાળામાં બીજી વખત ભંગાણ:ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામે ની લાઈનમાં ભંગાણ સર્જાતા ચણાના પાકમાં પાણી ફરી વળ્યાં: ખેડૂતોને વ્યાપક નુકશાન.

 સુખસર.તા.5

 ફતેપુરા તાલુકાના ઝાબપુવૅ ગામે કડાણાથી દાહોદ જતી ઉદવહન સિંચાઇ યોજનાની પાઇપ લાઇનમાં ભંગાણ થયું હતું.પાઇપલાઇનમાં લીકેજથી પાણી ખેતરોમાં ઘુસી ગયા હતા.જેમાં ખેડૂતોને નુકસાન થયું હતું.

   કડાણા થી દાહોદ સુધી ઉદવહન સિંચાઇ યોજના હેઠળ પાઇપલાઇન નાંખવામાં આવી છે.જમા નદી અને તળાવોમાં પાણી ઠાલવવાની યોજના છે.મોટાભાગના તળાવોમાં સિંચાઈના પાણી ફાળવી દેવાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.જ્યારે બુધવારના રોજ ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામે આ સિંચાઈ યોજનાની પાઇપ લાઇનમાં લીકેજ થયું હતું.મોટી માત્રામાં પાણી આસપાસના ખેતરોમાં ઘુસી ગયા હતા.ખેતરોમાં હાલમાં ચણાનો પાક પૂર્ણતાના આરે હોવાનું જાણવા મળ્યું હતું.જેમાં આ પાણી ખેતરોમાં ઘુસી જતા ચણાના પાકને મોટુ નુકસાન થયું હતું.

     ઉલ્લેખનીય છે કે આ યોજના ના ખાતમુહૂર્ત ના આગલા દિવસે સુખસર પાસે આવેલ ભોજેલા ગામે પાણીની પાઇપ લીકેજ થતા મોટી માત્રામાં પાણી વહી જતા ખેડૂતોના તૈયાર થવા આવેલ ઘઉં તથા ચણાના પાકને મોટી માત્રામાં નુકસાન પહોંચવા પામેલ હતું.જ્યારે હાલ સુખસર પાસે આવેલ ઝાબપૂર્વમા આ પાણીની પાઇપ લાઈન મા ભંગાણ સર્જાતા ખેતીપાકોને નુકસાન થવા પામ્યું છે. આમ વારંવાર આ યોજનાની પાઈપ લાઈનમાં ખામી સર્જાતા ખેડૂતો નુકસાની ભોગવી રહ્યા છે.

error: Content is protected !!