Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ: આગામી દીપોત્સવી પર્વને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા નગરમાં ફ્લેગમાર્ચ યોજાઇ

સીંગવડ: આગામી દીપોત્સવી પર્વને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા નગરમાં ફ્લેગમાર્ચ યોજાઇ

   કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાના રણધીકપુર પીએસઆઇ ડીજે પ્રજાપતિ તથા સ્ટાફને સાથે રાખી ને તથા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ દિવાળીના તહેવારને અનુલક્ષીને સિંગવડ ગામમાં ફ્લેગ માર્ચ કરી ને માસ્ક થતા સોશિયલ ડિસ્ટન્સ રાખવા

સીંગવડ: આગામી દીપોત્સવી પર્વને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા નગરમાં ફ્લેગમાર્ચ યોજાઇજણાવવામાં આવ્યું હતું.તથા જેને પણ માસ્ક નહોતો પહેર્યો તેમને માસ્ક પહેરવા જણાવ્યું તથા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન દરેક ગાડીઓ વાળા પાસે ગાડીઓ ચેક કરી કાગળ લાઇસન્સ વગેરે તપાસ કરવામાં આવી હતી.તેમજ કાગળ અધૂરા મળતા સ્થળ પર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.જયારે  રણધીકપુર પી.એસ.આઇના માર્ગદર્શન હેઠળ બે ત્રણ દિવસ નાની મોટી ગાડીઓ અવર જવર પર ધ્યાન રાખીને ગાડીઓ ચેક કરવામાં આવ્યું હતું.

સિંગવડ ગામમાં પણ ચુસ્તપણે તેનો અમલ કરવામાં આવી રહ્યો છે.પોલીસ દ્વારા માસ્ક પર વધારે ધ્યાન રાખીને લોકોને માસ્ક પહેરવા પણ ભાર મૂકવામાં આવ્યો હતો આ રીતે રંધીકપુર પોલીસ દ્વારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે કડક પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહી છે.

error: Content is protected !!