Friday, 25/04/2025
Dark Mode

દાહોદ તાલુકાના રોઝમ ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મુસાફરો ભરેલી ઇકો ગાડી પલ્ટી મારતા એક બાળકી તેમજ એક મહિલા સહીત બેના મોત:અન્ય 4 મુસાફરો ઘાયલ

દાહોદ તાલુકાના રોઝમ ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મુસાફરો ભરેલી ઇકો ગાડી પલ્ટી મારતા એક બાળકી તેમજ એક મહિલા સહીત બેના મોત:અન્ય 4 મુસાફરો ઘાયલ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૨

દાહોદ તાલુકાના રોઝમ ગામે હાઈવે રોડ પર આજરાજ બપોરના સમયે એક ઈકો ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાઈ જતાં અંદર સવાર પેસેન્જરો પૈકી ૬ મહિલાઓને ગંભીર ઈજાઓ થતાં દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હોવાનું તેમજ એક બાળક સહીત  એક મહિલા મળી કુલ બે વ્યક્તિઓના  માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યાનું જાણવા મળે છે.

દાહોદ તાલુકાના રોઝમ ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર મુસાફરો ભરેલી ઇકો ગાડી પલ્ટી મારતા એક બાળકી તેમજ એક મહિલા સહીત બેના મોત:અન્ય 4 મુસાફરો ઘાયલરોઝમ ગામે હાઈવે રોડ પર આજે બપોરના અંદાજે ૨ થી ૩ વાગ્યાના સમયગાળા દરમ્યાન એક પેસેન્જર ભરે ઈકો ફોર વ્હીલર ગાડી જાેતજાેતામાં પલ્ટી ખાઈ જતાં આ સ્થળે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ગાડીમાં સવાર પૈસેન્જરો પૈકી ૬ મહિલાઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તમામને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલંશ સેવા મારફતે નજીકની દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળ પરજ એક મહિલા તેમજ એક બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાની પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે ત્યારે પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં તાબડતોડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!