કલ્પેશ શાહ :- સીંગવડ
સીંગવડ તાલુકાના પતંગડી ગામેથી સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડ ગાંધીનગર દ્વારા ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડયો
સીંગવડ તા.13
સીંગવડ તાલુકાના પતંગડી ગામે 11.11.2020 ના રોજ સાંજના સમયે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડ ગાંધીનગર દ્વારા પતંગડી ગામે પટેલ ખુમાનસિંહ ના ઘરે જ છાપો મારતા તેમના મકાન ભાડે આપેલું હતું.તે મકાન શંકરસિંહ
તરસિંગ બારીયા વિજયસિંહ બારીયાને ભાડે આપી રાખેલ હોવાથી ત્યાં રેડ પાડવામાં આવતા તે મકાનમાંથી ભારતીય બનાવટ પર પ્રાંતિય વિદેશી દારૂની 5199 નંગ બીયર ક્વાંટરીયા મળી આવ્યા હતા તેના રૂપિયા 539805 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો.તથા ત્યાં તપાસ કરતા દારૂ લેવા આવેલા પિતાંબર ઉર્ફે દિનેશ હીરા વણકર ગામમાં ના હોવાનું જણાવતા તેમને સ્ટેટ મોનિટરિંગ સ્ક્વોડ ના અધિકારીઓ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા.તથા તેમની ઝડતી લેતા તેમના પાસે રોકડા ૯,૬૦૦ અને મોબાઇલ 500 રૂપિયા એમ મુદ્દામાલ મળી આવતા તેને પકડી તેના સામે કાયદેસરની કાર્યવાહી કરી રણધીકપુર પોલીસ સ્ટેશન મોકલી આપવામાં આવ્યા હતા તથા રેડ પડતાંની સાથે નાસી છુટેલા બુટલેગર શંકરભાઈ તેરસિંગ વિજય તેરસિંગ તથા મકાન માલિક ખુમાનસિંહ નાસી છૂટયા હતા.આ બુટલેગરો પતંગડી ના રહેવાસી હતા તથા તમામ સામે પ્રોહિ એક્ટ કલમ ૬૫ એ ઈ,116 બી ૮૧ મુજબ કાયદેસરની તપાસ ફરિયાદ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે