Friday, 26/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ફતેપુરા તાલુકામાં ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકામાં ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટરોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા, ફતેપુરા તાલુકામાં 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પસંદગી કરવામાં આવી,ફતેપુરા તાલુકાના ઘુઘસ આફવા અને સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોને કાયાકલ્પ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા

ફતેપુરા તા.04

ફતેપુરા તાલુકામાં 12 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલા છે આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાંથી ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની તેઓની કરેલી કામગીરીને ધ્યાનમાં લઈને ફરજ બજાવતા ડોક્ટરોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા મળેલ માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સરસવા પૂર્વ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ મિટિંગ રાખવામાં આવેલ હતી જેમાં જિલ્લામાંથી આવેલ ડોક્ટર અજય સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હાંડા તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો હાજર રહ્યા હતા આ પ્રસંગે ધુધસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર અસ્મિતા બેન પટેલ તેમજ ડોક્ટર સતિષભાઈ વસૈયા ને તેમજ સરસવા પૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોને સ્વચ્છતા માટે નો તથા આફવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોને વધુ ડીલેવરી કેશો કરેલ હોય તેનો ગાંધીનગરથી આવેલ કાયાકલ્પ એવોર્ડ જિલ્લામાંથી હાજર રહેલ ડોક્ટર અજય ભાઈ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હાંડા ના હસ્તે કાયાકલ્પ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!