Monday, 20/09/2021
Dark Mode

લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટામાં ખાનગી મુસાફરો ભરેલી લકઝરી બસ પલ્ટી ખાઈ:1 બાળકનું મોત:15 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટામાં ખાનગી મુસાફરો ભરેલી લકઝરી બસ પલ્ટી ખાઈ:1 બાળકનું મોત:15 થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયાં
કલ્પેશ શાહ :-સીંગવડ, સુમિત વણઝારા :- લીમડી 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટામાં લીમડીથી ખાનગી પેસેન્જરો ભરીને આણંદ જતી એક ખાનગી લકઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં પલ્ટી મારી જતા એક બાળકનું ઘટના સ્થળે મોત નિપજયાનું તેમજ અન્ય 15 થી વધુ પેસેન્જરો ઈજાગ્રસ્ત થયાં હતા.

લીમડી થી આણંદ ડેલી સર્વિસ ચાલતી ખાનગી બસને નડ્યો અકસ્માત 

લીમખેડા તાલુકાના ફુલપુરા ઘાટીમાં આજરોજ ખાનગી બસને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર લીમડીથી આંણદ ડેઇલી સર્વિસ ચાલતી ખાનગી ટ્રાવેલ્સ આજરોજ દરરોજની જેમ મુસાફરો ભરી લીમડી થી રવાના થઈ હતી. અને રસ્તામાં ફુલપુરા ઘાટીમાં ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા એક બાળક મોતને ભેટ્યો:15 મુસાફરો ઈજાગ્રસ્ત થયાં

લીમડીથી આણંદ જતી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતા મુસાફરોમાં એક બાળકનું બસનીચે દબાઈ જતા મોતને ભેટ્યો હતો. અને ૧૫થી વધુ મુસાફરોને 108 મારફતે સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 ફુલપુરા ઘાટામાં ઘટના સ્થળે મુસાફરોના ક્ષતવિક્ષત થયેલા અંગ ઉપાંગો જોવા મળ્યા:સ્થાનિક લોકો મદદે આવ્યા, પોલીસે ઘટના સ્થળે પહોંચી મોરચો સંભાળ્યો

લીમડીથી આણંદ જતી ખાનગી ટ્રાવેલ્સની બસને ફુલપુરા ઘાટામાં અકસ્માત નડ્યો હતો.જેમાં એક બાળકનું મોત થયું હતું.તેમજ 15 જેટલાં મુસાફરો ઘાયલ થયાં હતા.આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોના ક્ષતવિક્ષત થયેલા અંગઉપાંગો ઘટનાસ્થળે જોવા મળ્યા હતા.તેમજ મુસાફરોની હૈયાફાટ ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

જયારે ઘટના બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઈજાગ્રસ્તોને બહાર કાઢી 108 મારફતે સારવાર અર્થે મોકલવામાં મદદ કરી હતી. ત્યારે પોલીસે તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવી આ સંબંધે ફરિયાદ લખવાની તજવીજ  હાથ ધરી છે

 

error: Content is protected !!