ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર નગરમાં એક જ રાતમાં ચાર મકાનોને નિશાન બનાવતા તસ્કરો : સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ પર હાથફેરો કરી તસ્કરો પલાયન…
પોલીસની નાઈટ પેટ્રોલીંગ વચ્ચે એક જ રાતમાં બે જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવથી પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ..??
સંતરામપુર તા.17
સંતરામપુર નગરના વણકરવાસ અને નવા બજારમાં એક જ રાતમાં ચાર મકાનના તાળા તૂટ્યા રોકડા રકમ અને દાગીનાની ચોરી
સંતરામપુર નગરના ઘણા વિરામ પછી ચોરી ફરી બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા.સંતરામપુરના વણકરવાસ વિસ્તારમાં મકાન માલિક દીપકભાઈ ચાવડા અને નજમા બેન શેખ બંને લગ્ન પ્રસંગ હોવાથી બહાર ગયા હતા જ્યારે બાજુની મકાનમાં નિવૃત તલાટી નારણભાઈ પોતાના પરિવાર સાથે મેળા સૂઈ રહ્યા હતા નીચે ચોરો મકાનમાં ઘુસી ને હાથ સાફ કરી ગયા આ રીતે નવા બજાર
વિસ્તારમાં બંધ મકાનમાં પણ તારા તૂટેલા હતા હવે ધીરે ધીરે એક જ રાતમાં ચાર મકાનને નિશાન બનાવ્યા ચોરોએ આવી ઘટના બનતા આજુબાજુના રહીશો દોડી આવેલા હતા ફરીથી આવી ચોરીની ઘટના બનતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પોલીસ તંત્ર વિભાગ દ્વારા સઘન પેટ્રોલિંગ અને દરેક વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ માંગણી ચોર હવે બંધ મકાનને ટાર્ગેટ કરે છે બંધ મકાનનો લાભ લઈને ચોરો ચોરી કરીને ફરાર થઈ ગયા ચાર મકાનમાં સંતરામપુર નગરમાં ચોરી થતાં જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બે થી ત્રણ માસ અગાઉ સતત બબ્બે દિવસે ઉપરાછાપરી ચોરીના બનાવો બનતા હતા સંતરામપુર નગરના સ્થાનિકોમાં ફરીથી ચોરી બાબત ની વાતો તો ચર્ચાનો વિષય બની ગયો છે સ્થાનિક રહીશો કરી રહ્યા છે કે આ ચોરો ચોરી કરનારો જાણભેદુ હોવાનું ચર્ચાય નારણભાઈ તલાટીના પોતાના મકાનમાં ચોરો નીચે ચોરી કરી રહ્યા મકાન માલિક ઊંઘતા રહ્યા હવે સંતરામપુર ના અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિકો ફરીથી રાત્રિના સમયે પેટ્રોલિંગ કરશે.