Sunday, 19/05/2024
Dark Mode

ભવાઈના માધ્યમથી મતદાન જાગૃતિ લીમડી બસ સ્ટેન્ડ ખાતે રંગલા- રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું

April 26, 2024
        1739
ભવાઈના માધ્યમથી મતદાન જાગૃતિ  લીમડી બસ સ્ટેન્ડ ખાતે રંગલા- રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું

દકશેષ :-  ઝાલોદ 

ભવાઈના માધ્યમથી મતદાન જાગૃતિ

લીમડી બસ સ્ટેન્ડ ખાતે રંગલા- રંગલી દ્વારા લોકોને રમૂજ સાથે મતદાનનું મહત્વ સમજાવ્યું

દાહોદ તા. ૨૬ 

લોકસભા સામાન્ય ચુંટણી-2024 માટેનું ત્રીજા તબક્કાનું મતદાન ગુજરાતમાં થવાનું છે તેથી 100 ટકા મતદાન થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર પ્રયત્નો કરી રહ્યાં છે આ પ્રયત્નોના ભાગરૂપે સ્વીપ પ્રવુતિઓ મારફતે લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનાં આશય સાથે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લીમડી બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ ભજવીને લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો 

પરંપરાગત માધ્યમો એ આપણી ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. એમાંય ભવાઈ ના રંગલો – રંગલી પાત્રો ઈતિહાસમાં સાંસ્કૃતિક દ્રષ્ટિએ મોખરે છે. પહેલાંનાં સમયમાં લોકો ડાયરા , કથા કિર્તન , ભવાઈ દ્વારા લોકોનું મનોરંજન થતું હતું. એ સમયના રંગલો અને રંગલી ના પાત્રો એટલાં બધાં પ્રખ્યાત હતા કે આજે પણ આ પાત્રોને લોકો યાદ કરે છે. રંગલો અને રંગલી ના આ રમુજી પાત્ર રમુજ ની સાથે સારો બોધ પણ આપે છે તેથી દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા લીમડી બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ મારફતે લોકોને રમુજની સાથે મતદાનનું મૂલ્ય સમજાવીને મતદાન કરવા માટે પ્રેરીત કરાયાં હતા.

દાહોદ જિલ્લાના લીમડી બસ સ્ટેન્ડ ખાતે ભવાઈ કરીને લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લીમડી શહેરના લોકો અને બહાર ગામનાં લોકો તેમજ અન્ય ગામના શ્રમિકો મોટી સંખ્યામાં લોકો ભવાઈ જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને અવશ્ય મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો.

આમ આ રીતે જીલ્લાભરમાં ‘સ્વીપ’ પ્રવુતિઓ અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા મતદાન જાગૃતિ અંગેનાં કાર્યકમો કરવામાં આવી રહ્યા છે. લોકસભા સામાન્ય ચુંટણી – 2024 એ લોકશાહી નો અવસર છે આ અવસરમાં સૌ કોઈ પોતાનો કિંમતી મત આપીને સહભાગી થાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!