
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લા પોલીસે બે જુદા-જુદા પ્રોહીના બનાવોમાં 3.98 લાખના મુદ્દામાલ સાથે ત્રણ બુટલેગરોને ઝડપ્યા:દારૂની હેરફેરમાં સામેલ 7 ઈસમો સામે ગુનો નોંધાયો..
પોલીસે 1.44 લાખનો વિદેશી દારૂ તેમજ ફોર વહીલ ગાડી મળી 3,98,000 નો મુદ્દામાલ કબ્જે
દાહોદ તા.23
દાહોદ તાલુકામાં બે જુદીજુદી જગ્યાએથી પોલીસે રૂપિયા 1,44,720 ના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધું છે.જયારે પોલીસે પ્રોહી ના બન્ને બનાવોમાં એક ફોર વહીલ ગાડી મળી કુલ 3,98,020 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ સાત સામે ગુનો દાખલ કરતા બુટલેગર તત્વોમાં ફફડાટ નો માહોલ જોવા મળી રહ્યો છે.
પ્રોહીનો પહેલો બનાવ કતવારા તાલુકાના ખેગ ગામે બનવા પામ્યો છે જેમાં ચીખલીયા ફળિયા નો રહેવાસી દિનેશભાઈ પુનજીભાઈ ગુંડીયા વિદેશી દારૂનો વેપલો કરતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે તેના રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના બિયરની 240 બોટલો મળી કુલ 39,120 રૂપિયા કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામેલ દિનેશભાઈ પુનજીભાઈ ગુંડીયા સામે પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ દાહોદ તાલુકાના દશલા ગામે બનવા પામ્યો છે.જેમાં મનોજભાઈ કાલીયા ભાઈ પરમાર (રહે. કાકરાદરા બડા પરમાર ફળીયા રાણાપુર,જિલ્લા ઝાબુઆ,મધ્યપ્રદેશ), દિવાન ભાઈ અનસિંહભાઈ મછાર (રહે. કાકરાદરા બડા પરમાર ફળીયા રાણાપુર,જિલ્લા ઝાબુઆ,મધ્યપ્રદેશ)ના ત્યાંથી પોતાના મિત્ર સુરમલભાઈ કાજુ ભાઈ મછાર,(રહે. કાકરાદરા બડા પરમાર ફળીયા રાણાપુર,જિલ્લા ઝાબુઆ,મધ્યપ્રદેશ) સાથે પોતાના કબજા હેઠળની MP-09-V-5562 નંબરની ક્રુઝર ગામા ફોર્સ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી તેના અન્ય એક સાગીરત જીતુભાઈ હઠીલા દ્વારા પાયલોટિંગ મારફતે દેવધા ગામના અર્જુનભાઈ હિમચંદભાઈ તેમજ વિશાલ ભાઈ ધનજીભાઈ પરમાર ને આપવા આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં દશલા ગામે દેવધા ગામે વોચમાં ઉભેલી કતવારા પોલીસે ગાડીને રોકી તેની તલાસી લેતા તેમાંથી 1,05,600 રૂપિયાના ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે મનોજ પરમાર તેમજ અનસીંગભાઇ મછાર ને ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે ઉપરોકત વિદેશી દારૂના જથ્થા સાથે 2,50,000 રૂપિયાની ગાડી મળી કુલ 3,58,900 નો મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ કુલ છ લોકો વિરુદ્ધ પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.