ઈલિયાશ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકાના ઉખરેલી નદીમાં નાહવા પડેલા બે યુવાનો ડૂબી જતાં મોતને ભેટ્યા:10 નો બચાવ..
સંતરામપુર તા. 7
સંતરામપુર તાલુકાના ઉખરેલી નદી પાસે મોરવા હડફ તાલુકાના માતાયાના 12 યુવાનો ઇકો ગાડી લઈને માનગઢ ફરવા માટે ગયેલા હતા.જ્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં ઉખરેલી ગામ આવતા ઇકો સવાર યુવાનો નદીમાં ઉતરીને યુવાનો ન્હાવા પડ્યાં હતા. જે દરમિયાન અંદર 10 યુવાનો નદીની આજુબાજુ નાહી રહ્યા હતા જ્યારે બે યુવાનો નદીની અંદર અંદર નાહવા પડ્તા તેઓનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી બંને યુવાનોનો મોત થયા હતા.આ ઘટનાની જાણ 108 ને જાણ કરવામાં આવતા ૧૦૮ તેમજ સ્થાનીક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી.અને નદીના પાણીમાં ગરકાવ થયેલા બે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જોકે તેમનો કોઈ પત્તો ના મળતા આજુબાજુના ગ્રામજનો ભેગા થઈ ગયા હતા. ને ગામના લોકોના સહકારથી એક યુવાનને બહાર કાઢવામાં આવ્યો જ્યારે હજુ સુધી બીજા યુવાનનો પત્તો લાગેલો નથી. જોકે બીજા યુવાનને શોધવા માટેનો સતત પ્રયાસ કરી રહ્યા છે.નદીમાં પડેલા યુવાનની બે યુવાનો મોત થયા હતા. જેમાં કમલેશ બારીયા અને ડૂબી જવાથી મોત થયેલું છે.ત્યારે અક્ષય નામનો યુવાન તેની શોધખોળ ચાલુ છે.અત્યારે 10 યુવાનોનો બચાવ થયેલો હતો જેમાં તુષાર રાજેશ બારીયા,સુરપાલ રમેશ બારીયા હિતેશ અલ્પેશભાઈ નિમેશ બારીયા,ભાવેશ બારીયા,નરેશ બારીયા,જયેશ બારીયા અને મહેશ બારીયા કુલ મળીને 10 યુવકોનો આબાદ બચાવ થયો હતો.ત્યારે બે ડૂબી જવાથી એકને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો અને એકની અત્યારે શોધખોળ ચાલુ છે.