Saturday, 27/07/2024
Dark Mode

ગરબાડા લીમખેડા અને ધાનપુર તાલુકાની અધુરી રૂબર્ન ભૂગર્ભ ગટર યોજનાને લઇ અમદાવાદ ની કંપનીને બ્લેકલિસ્ટ કરવા ડીડીઓએ નોટિસ ફટકારી

ગરબાડા લીમખેડા અને ધાનપુર તાલુકાની અધુરી રૂબર્ન ભૂગર્ભ ગટર યોજનાને લઇ અમદાવાદ ની કંપનીને બ્લેકલિસ્ટ કરવા ડીડીઓએ નોટિસ ફટકારી

વિપુલ જોશી @ ગરબાડા 

દાહોદ જિલ્લાના ગરબાડા લીમખેડા અને ધાનપુર તાલુકાની અધુરી રૂબર્ન ભૂગર્ભ ગર યોજના ઓ પૂર્ણ કરાવવા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા. ઓ એ સીસ. કંપનીને બ્લેકલિસ્ટ કરવા બાબતે નોટિસ અપાય
2012ની કરોડોના ખર્ચે તૈયાર થનાર રૂબર્ન ભૂગર્ભ ગટર યોજનાને લઈને મોડું મોડું પણ તંત્ર જાગ્યું ખરું, તાત્કાલિક રૂબર્ન ભૂગર્ભગટર યોજનાનું કામ પૂર્ણ કરી યોજના ચાલુ કરવાનો ઉલ્લેખ

ગરબાડા તા.17

દાહોદ જિલ્લાના ગરબાડા લીમખેડા અને ધાનપુર તાલુકાની અધુરી ભૂગર્ભ ગટર યોજનાઓ પૂર્ણ કરવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઓએસિસ ઇપીસી સોલ્યુશન લિમિટેડ  અમદાવાદની કંપનીને તાત્કાલિક અસરથી તમામ યોજનાઓનું કામ પૂર્ણ કરી યોજના ચાલુ કરવા માટે જણાવેલ અન્યથા કંપનીને સરકારની કાળી યાદીમાં મૂકવા માટે દરખાસ્ત કરવા  બાબતની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ઓએસિસ કંપનીને નોટિસ આપી હોવાનું જાણવા મળી રહ્યું છે

દાહોદ જિલ્લાના ગરબાડા લીમખેડા ધાનપુર અને ફતેપુરામાં પાછલા પાંચ દસ વરસ થી ભૂગર્ભગટર યોજનાની કામગીરી ચાલી રહી છે. જોકે ફતેપુરામાં આ યોજના શરૂ થયેલ હોય પરંતુ ગરબાડા લીમખેડા અને ધાનપુર માં આ યોજનાની કામગીરી આજે પણ અધૂરી છે ગરબાડા ની વાત કરીએ તો 2012માં ચાલુ થયેલ કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ આ યોજના ની અધુરી ને હલકી કક્ષાની કામગીરી પૂર્ણ નહી થતા ગરબાડા ના માજી ડેપ્યુટી સરપંચ જયેશભાઈ જોષી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પીઆઇએલ કરવામાં આવેલ છે જોકે હાઇકોર્ટમાં પીઆઇએલ કર્યા બાદ આ યોજનાને ચાલુ કરવા માટે ભારે મથામણ કરવામાં આવી હતી પરંતુ ધારાધોરણ મુજબ ની કામગીરી નહીં હોવાના કારણે આજદિન સુધી આ યોજના ચાલુ થઈ નથી જેને લઈને હાલમાં જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ દ્વારા ભૂગર્ભગટર યોજનાની કામગીરી કરનાર ઓએસિસ ઇપીસી સોલ્યુશન લિમિટેડ અમદાવાદ કંપનીને તમામ કામગીરી પૂર્ણ કરી યોજના ચાલુ કરવી અન્યથા કંપનીને સરકારની કાળી યાદીમાં મૂકવા માટે દરખાસ્ત કરવામાં આવશે તેવી નોટિસ આપી હોવાનું જાણવા મળેલ છે જે જોતા મુળુ પણ તંત્ર જાગ્યું ખરું તેમ લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે ધારાધોરણ મુજબ ની યોજનાની કામગીરી કરવામાં આવે છે કે કેમ એ તો આવનાર સમયમાં જ ખબર પડશે.

error: Content is protected !!