Wednesday, 06/11/2024
Dark Mode

સ્વચ્છ ભારત અભિયાન મિશનના લીરેલીરા: લીમખેડાના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા, ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા ગ્રામસભામા ઠરાવતો કરાયો પણ અમલ ક્યારે..?       

October 22, 2024
        1526
સ્વચ્છ ભારત અભિયાન મિશનના લીરેલીરા:  લીમખેડાના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા, ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા ગ્રામસભામા ઠરાવતો કરાયો પણ અમલ ક્યારે..?       

રાજેશ વસાવે :- દાહોદ 

સ્વચ્છ ભારત અભિયાન મિશનના લીરેલીરા:

લીમખેડાના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા, ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા ગ્રામસભામા ઠરાવતો કરાયો પણ અમલ ક્યારે..?       

દાહોદ તા. 22

સ્વચ્છ ભારત અભિયાન મિશનના લીરેલીરા: લીમખેડાના મુખ્ય માર્ગો પર કચરાના ઢગલા, ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા ગ્રામસભામા ઠરાવતો કરાયો પણ અમલ ક્યારે..?       

લીમખેડા નગરમા જ્યા જુઓ ત્યા ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે, ઠેર ઠેર કચરાના ઢગલા ખડકાતા રોગચાળાની દહેશત ફેલાઈ રહી છે, લીમખેડાના મુખ્ય માર્ગો પર જ કેટલાક લોકો રાત્રીના સમયે ખાદ્ય સામગ્રી, શાકભાજીનો વેસ્ટેજ સહિતનો કચરો જાહેરમાં ફેકીને ગંદકી કરી રહ્યા છે, આવા લોકોસામે કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

 

લીમખેડા નગરના દાહોદ રોડ પર, ફોરેસ્ટ વિભાગની કચેરીની સામે બાજુ રોડ પર આજકાલ ‘સ્વચ્છ ભારત અભિયાન’ના જાણે લીરેલારા ઉડી રહ્યો હોય તેમ અસહ્ય કચરાના ઢગલાઓ મુખ્ય માર્ગ ઉપર જ જોવા મળી રહ્યા છે. ચિત્રકુટ સોસાયટી અને શાસ્ત્રી ચોક વિસ્તારના કેટલાક તત્વો કાયમી ધોરણે દરરોજ માર્ગ પર જ કચરો નાંખી રહ્યા છે. આ રોડ પર હોસ્પિટલો પણ આવેલી છે, અને પેસેન્જર વાહનો પણ અહિંયાથી પેસેન્જર ભરતા હોય છે, ઉપરાંત નાના મોટા ધંધાદારીઓ વ્યાપર કરે છે. લોકોની સતત અવરજવર વાળા વિસ્તારમા ભારે ગંદકી હોવાથી માથુ ફાટીજાય તેવી દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે લોકોને રોડ પરથી પસાર થવુ પણ મુશ્કેલ બની ગયુ છે.

 

લીમખેડાના દાહોદ રોડ હોય કે પછી ઝાલોદ રોડનો વિસ્તાર હોય, કે માર્કેટ રોડ હોય જ્યા જુઓ ત્યા ગંદકી જ જોવા મળી રહી છે, ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી કમ મંત્રીને ગ્રામજનોએ વારંવાર મૌખિક રજુઆતો કરીને ગંદકીની સાફ સફાઈ તેમજ જે લોકો ગંદકી ફેલાવી રહ્યા છે તેવા તત્વોની સામે દંડનીય કાર્યવાહી કરવાની અનેકવાર રજૂઆત છતા ગ્રામ પંચાયત તંત્ર કોઈ પગલા ભરતુ નથી.

લીમખેડા પંચાયત દ્વારા સમયાતરે સાફ-સફાઈ સહિત ટ્રેક્ટર મારફતે લીમખેડા ગામના તમામ વિસ્તાર માંથી કચરો એકઠો કરવામા આવે છે અને કચરાનો નિકાલ પણ કરવામાં આવે છે. પંરતુ રાત્રી દરમિયાન કેટલાક તત્વો કચરો જાહેર માર્ગ ઉપર કાયમી ધોરણે નાંખતા હોવાથી આ માર્ગ ઉપર અસહ્ય ગંદકી ખદબદે છે. આ માર્ગ ઉપર કેટલીક વખત નોનવેજની ખાદ્ય સામગ્રી પણ જેમ-તેમ નાંખી દેવામાં આવતી હોય છે. જેના કારણે વેપાર ધંધો કરનારા વેપારીઓ ઉપરાંત જાહેર માર્ગેથી આવન જાવન કરનારા રાહદારીઓ પણ પરેશાન થઈ રહ્યા છે. દાહોદ રોડ પર પ્રજ્ઞા હોલ ની સામે શાકભાજીના વેપારીઓ દરરોજનો શાકભાજીના વેસ્ટેજ કચરાનો નિકાલ પણ આ રોડ પર કરવામા આવી રહ્યો છે. આ મામલે ગ્રામ પંચાયત તંત્ર કચરો નાંખનારા સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.

લીમખેડા ગ્રામ પંચાયત ખાતે મળેલી ગ્રામ સભામાં સ્થાનિક લોકોએ રોડ ઉપર કચરો ફેંકતા લોકો સામે અને જાહેરમાં ગંદકી ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત ગ્રામ સભામાં કરી હતી જેને લઈને ગંદકી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક તેની અમલવારી કરવા માટે પણ ઉપસ્થિત લોકોએ સંમતિ આપી હોવા છતાં ગ્રામ પંચાયત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવતા ગ્રામ પંચાયતને કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠ્યા છે.

 

લીમખેડામા ગંદકીને લઈને લીમખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હરેશ બારીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, લીમખેડામાં ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર મારફતે દરરોજ કચરો કલેક્શન કરવાની કામગીરી કરવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો રોડ ઉપર રાત્રે દરમિયાન કચરો નાખી જાય છે જેની અનેક ફરિયાદો મળતા ગ્રામ પંચાયતમાં ઠરાવ કરીને આવા લોકોને દંડ કરવાની કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે અને ગ્રામ પંચાયતના કર્મચારીઓની એક ટીમ ઘરે-ઘરે પહોંચીને નોટિસ પણ આપશે અને રોડ ઉપર જાહેર જગ્યાએ કચરો નહીં નાખવા માટે સમજુદ પણ કરવામાં આવશે હાલમાં જે જગ્યાએ કચરો છે તે જગ્યાએ સફાઈ કામદારોને મોકલીને તાત્કાલિક સફાઈ કરાવી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!