રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં એસએસસી ઇન્ડિયા અને યુનિસેફ દ્વારા કિશોર અને કિશોરીઓ માટે કાર્યક્રમ યોજ્યો
ગરબાડા તા. ૨૨
ગરબાડા તાલુકા માં SSE ઇન્ડિયા અને યુનિસેફ ના સહયોગ થી ARC સેન્ટર અને એસ્પાયર પ્રોગ્રામ ચાલે છે. જે બાળકો માટે અને કિશોરીઓ માટે કામગીરી કરે છે. આ પ્રોગ્રામ અંતર્ગત 10 થી 19 વર્ષ ની કિશોર કિશોરીઓ ની સમસ્યા ના નિવારણ ઉપર આખો પ્રોગ્રામ ચાલે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોર કિશોરીઓ ને પોતાના હક અને કાયદા વિશે જાગૃત કરવાનો છે, અને વહાલી દીકરી યોજના,પાલક માતા પિતા યોજના નામો લક્ષ્મી યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જેવી વિવિધ યોજના ની માહિતી આપી યોજનાઓ સાથે જોડાણ કરવાનો .બાલિકા પંચાયત ને સક્ષમ બનાવવી,કિશોરી ના કૌશલ્ય ને ઓળખી તેમને champion બનાવવા સુધી ની સફર માં સહકાર આપવો,કોઈ કિશોરી કોઈ પ્રશ્ન હોય જે ઘરે પોતાના માતા પિતાને કે શાળા માં શિક્ષક ને કે મિત્ર ને ના કઈ શકતી હોય તેવો પ્રશ્ન હોય તો તે ARC સેન્ટર પર તેના પ્રશ્ન ના નિરાકરણ માટે આવી શકે. તેની દરેક વાત ની ગોપનીયતા રાખવામાં આવશે. અને તેના પ્રશ્ન નું નિરાકરણ લાવશે. જો કોઈ સંજોગો માં તેનું નિરાકરણ ના આવે તો 181 મહિલા હેલ્પલાઇન ,1098 બાળકો નો હેલ્પલાઇન જેવી યોજના ના કોન્ટેક્ટ કરી નિરાકરણ કરવામાં આવશે.