Monday, 09/12/2024
Dark Mode

ગરબાડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા પીકઅપ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરવા સહિતની સમસ્યા બાબતે ઘટતું કરવા જિલ્લા સમાહર્તાશ્રીને આવેદન

ગરબાડામાં નવીન બસ સ્ટેન્ડ બનાવવા પીકઅપ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરવા સહિતની સમસ્યા બાબતે ઘટતું કરવા જિલ્લા સમાહર્તાશ્રીને આવેદન

 વિપુલ જોશી @ ગરબાડા

ગરબાડા ખાતે નવીન બસ સ્ટેન્ડ બનાવવા  પીકઅપ સ્ટેન્ડ નું ઉદ્ઘાટન કરવા સહિત તમામ બસો ગામમાં આવે તે માટે જિલ્લા સમાહર્તાશ્રીને રજૂઆત કરાઈ

ગરબાડા તા.06

ગરબાડા નગરમાં નવીન બસ મથક, પિક અપ સ્ટેન્ડનું ઉદઘાટન સહીતના મુદ્દાઓ માટે પાછલા ચાર વર્ષ જેટલા સમયથી આ બાબતે તાલુકા સ્વાગત જિલ્લા સ્વાગત રજૂઆત છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યો છે.ગરબાડા ની પ્રજા રાજકીય કિન્નાખોરીનો ભોગ બનેલ હોવાનો પણ લાગી રહ્યું છે.ગરબાડા ખાતે નવિન બનેલ પીક અપ સ્ટેન્ડના ઉદ્ઘાટન કરવા બાબતે તેમજ તાલુકા મથક હોવાથી અહીંયા બસ સ્ટેન્ડની સુવિધા બાબતે અને અહીંયા આવતી તમામ બસો ગામમાં આવે તે બાબતે જિલ્લા સમાહર્તાને લેખિત રજૂઆત કરવામાં આવી છે

ગરબાડાના ભરતકુમાર જે ભાભોર દ્વારા ગરબાડા તાલુકા મથકની એસટી બસની સમસ્યાને લઇને જિલ્લાના સમાહર્તા અને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગરબાડા ખાતે એસ.ટી.નિગમ તથા ગરબાડા ધારાસભ્ય સહિત ગ્રામજનોના સહકારથી નવીન પીકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું.જેનું આજદિન સુધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું નથી એસટી નિગમ તથા પોલીસના ટ્રાફિક વિભાગની નિષ્કાળજીથી આજદિન સુધી પ્રજાને તેનો લાભ મળેલ નથી અને પીકઅપ સ્ટેન્ડ માટે ખર્ચવામાં આવેલ નાણાં વેડફાયા હોય તેમ લાગી રહ્યું છે.bજે બાબતે છેલ્લા ચાર વર્ષ જેટલા સમયથી જિલ્લા સ્વાગત તાલુકા સ્વાગત કાર્યક્રમ થકી તેમજ રૂબરૂમાં જાણ કરવા છતાં આજદિન સુધી ગરબાડાની પ્રજાને તેનો લાભ મેળવવામાં વિલંબ થતો હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.તે સિવાય ગરબાડા lની પ્રજા રાજકીય કિન્નાખોરી નો ભોગ બનેલ છે. જેથી સરકાર દ્વારા નક્કર કામગીરીની જાણ હોવા છતાં કામગીરી કરવામાં આવતી નથી.ગરબાડામાં તાલુકા કક્ષાનું મોટું વિશાલ આધુનિક બસ મથક બને નહીં ત્યાં સુધી તમામે તમામ બસો ગરબાડા તળાવની ચોકડી પર થઈને પસાર થાય તેમ કરવા પણ ઉલ્લેખ કરાયો છે.ગરબાડા નગરને તાલુકો બન્યાને વીસ વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં પણ અહીંયા તંત્ર દ્વારા બસ સ્ટેન્ડની સુવિધાઓ આપવામાં આવી નથી.જ્યારે સંજેલી તાલુકો હાલમાં જ બન્યો હોવા છતાં ત્યાં તાલુકા કક્ષાનું બસ મથક ફાળવવામાં આવેલ છે.જે બાબત રાજકીય કિન્નાખોરીનો પુરાવો આપી રહી છે.જેથી ગરબાડા તાલુકાના પ્રથમ પ્રાધાન્ય મળે તે બાબતે જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે પણ જિલ્લાના સમાહર્તાને રજૂઆત કરવામાં આવી છે.

બસ સ્ટેશનના અભાવે બહારગામથી આવતી તમામ બસો ગામ બહારથી જતી રહેતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો

ગરબાડા ખાતે મોટાભાગની બસો બહારથી જતી રહે છે જેમ કે ઝરી અમદાવાદ વડોદરા ગરબાડા બોડેલી જામ્બુવા નડિયાદ જામ્બુવા પેટલાદ ગરબાડા અલીરાજપુર દાહોદ અમદાવાદ બડવાની તે સિવાયની અનેક બસો બારોબાર જતી રહે છે.આ બસના ચાલકોને અનેકવાર કહેવા છતાં તેઓ ગામમાં બસ લાવતા નથી એનેમુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

error: Content is protected !!