Wednesday, 11/12/2024
Dark Mode

ગરબાડાની કન્યા શાળામાં માસિક ધર્મ બાબતે સમજ આપી સેનેટરી પેડનું પણ વિતરણ કરાયું

ગરબાડાની કન્યા શાળામાં માસિક ધર્મ બાબતે સમજ આપી સેનેટરી પેડનું પણ વિતરણ કરાયું

 વિપુલ જોશી @ ગરબાડા 

ગરબાડા તાલુકાની કન્યા શાળામાં માસિક ધર્મ બાબતે સમજ આપી સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું

ગરબાડા તા.06

દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર શિવાની ચૌધરીએ તમામ બાળકોને માસિક ધર્મ બાબતે સમજ આપી
હતી.આ કાર્યક્રમમાં કન્યાઓની માતાઓ પણ ઉપસ્થિત રહી હતી

કન્યા શાળામાં  ભણતી તરુણાવસ્થાની ધોરણ ૬ થી ૮ ની ૨૦૦ જેટલી કન્યાઓને માસિક ધર્મમાં આવે ત્યારે તેમને મુઝવણ થાય છે. તેમજ તેઓના
શરીરમાં કઈક ફેરફાર થઈ રહ્યું એવું લાગે ત્યારે તેમને સાચા માર્ગદર્શનની જરુર ઊભી થાય છે.જે આ બાબતને લઇને શાળાના આચાર્ય શૈલાબેન દ્વારાકન્યા શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને માસિક ધર્મ બાબતની વિશેષ સમજ આપવા માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો શિવાની ચોધરીને શાળામાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. અને તેઓએ કન્યાઓને માસિક ધર્મ શા માટે આવે, તે દરમ્યાન કંઈ રીતે સ્વચ્છતા જાળવવી, સ્વચ્છતા ન જળવાતા કયા રોગ થઈ શકે છે,અને જો રોગ થાય તો કંઈ રીતે બચી શકાય તે બાબતે સંપૂર્ણ સમજ આપવામા આવી હતી. માસિક ધર્મ દરમ્યાન સેનેટરી પેડનો ઉપયોગ કરવાથી ઘણા રોગ થી બચી શકાય છે.માસિક ધર્મ દરમ્યાન કપડા નો ઉપયોગથી કેવું નુક્સાન થાય તે બાબતની સંપૂર્ણ સમજ આપવામા આવી હતી. કન્યાઓએ પોતાની વ્યક્તિગત સ્વચ્છતા પર ખુબ જ ધ્યાન રાખે તો ઘણા રોગ થી બચી સકે છે.આ સેમિનારના અંતે કન્યાઓને શાળા તરફથી સેનેટરી પેડનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શૈલાબેન , શિક્ષકો કન્યાઓની માતાઓ તથા શાળાની કન્યાઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

error: Content is protected !!