
સિંગવડ તાલુકાની સત્યમ સખી મંડળ દાસા સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતી સામે આવતા પરવાનો ત્રણ મહિના માટે સસ્પેન્ડ…
સીંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકાની સત્યમ સખી મંડળ દાસ સંચાલિત વ્યાજબી ભાવની દુકાન દ્વારા થોડાક સમય પહેલા જેતપુર ગામના વેપારી અજય કુમાર બાબુલાલ શાહ જેમની દુકાન ઓમ સાઈ ટ્રેડિંગ નામની અનાજની પેઢી પર એક છોટા હાથી વાહનમાં અનાજ લાવવામાં આવેલ હોય જ્યારે કોઈ ન્યુઝ ચેનલમાં વિડીયો પ્રસારિત થયેલ હતો જેમાં ફરિયાદી વ્યક્તિએ સદર અનાજ સત્યમ સખી મંડળ દાસા સંચાલિત વ્યાજબી ભાવની દુકાન મુકામ દાસા તાલુકો સિંગવડ ની સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન માંથી લાવવામાં આવેલ હોવાનું આક્ષેપ કરેલ હોય જેની તપાસ મામલતદાર સિંગવડ તથા પુરવઠા નિરીક્ષક દાહોદની ટીમ દ્વારા વ્યાજબી ભાવની દુકાનની દુકાનદાર તથા પંચોની રૂબરૂ તપાસ કરતાં ઘઉંનો જથ્થો 159 કિલો ચોખા 231 કિલો મોરસ 136.900 ગ્રામ તુવરની દાળ 30 કિલો વધવામાં આવ્યો હતો જ્યારે સીંગતેલ 11 કિલો ઘટ પડતા આ સદર અનાજ વધતા તથા તેલ ઘટવાના કારણે જિલ્લા પુરવઠા અધિકારી મિતેશ કુમાર એમ વસાવા દ્વારા સરકારી કાયદા મુજબ તાત્કાલિક 15 10 2024 ના રોજ થી ત્રણ મહિના માટે દુકાનનો પરવાનો મોકુફ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો તથા તે દુકાનને તેની આજુબાજુ કોઈ દુકાન સાથે જોઈન્ટ કરીને આ માલ આપવા જણાવ્યું હતું.