Wednesday, 11/12/2024
Dark Mode

ગરબાડાના રામનાથ તળાવ કિનારે આવેલ મંદિરો વ્યસનોના અડ્ડા બન્યા

ગરબાડાના રામનાથ તળાવ કિનારે આવેલ મંદિરો વ્યસનોના અડ્ડા બન્યા

 વિપુલ જોશી @ ગરબાડા 

ગરબાડાના રામનાથ તળાવ કિનારે આવેલ મંદિરો વ્યસનોના અડ્ડા બન્યા,દારૂનો નશો કરનાર અસામાજિક તત્વો મન ફાવે ત્યાં મંદિર પરિસરમાં બેસી અને દારૂનું વ્યસન કરે છે,જ્યારે ઘણા ખરા લોકો દારૂ ના ટીન પીને તળાવમાં નાખી દે છે.

ગરબાડા તા.13
ગરબાડા રામનાથ તળાવકિનારે પાંચથી સાત જેટલા મંદિરો આવેલ છે તેમજ મંદિરને અડીને જ રામનાથ સાગર તળાવનું હીલોળા  મારતું પાણી અને કુદરતી નજારાને કારણે અહીંયા જઈને બેસવાથી મનને શાંતિ મળે છે મનુષ્ય તણાવ મુક્ત થઈ જાય છે આ મંદિર પરિસરમાં બેસવું એક લાવો માનવામાં આવે છે દિવસ દરમિયાન આ મંદિર તરફના રસ્તા સુનસાન થતા હોય છે તેમજ અહીંયા બેસી ને નસો કરવામાં કોઈપણ જાતની કોઈને કનડગત થતી ન હોવાના કારણે લોકો મનમાની પ્રમાણે અહીંયા એન્જોય કરતા જોવા મળી રહ્યા છે.
ગરબાડામાં દારૂ નામના રાક્ષસનુ દૂષણ એટલું બધું વધી ગયું છે કે દારૂ ઢીચનારા અસામાજિક તત્વો દ્વારા મંદિર જેવા ધાર્મિક સ્થળોની પવિત્રા પણ જાળવવામાં આવતી નથી દારૂનું વ્યસન કરનારા લોકો મંદિર પરિસરમાં તથા તેની આસપાસ વ્યસન ન કરાય તેનું ભાન પણ ભૂલ્યા છે અને રામનાથ તળાવ કિનારે આવેલ વિવિધ મંદિરો ની આસપાસ ના પરિસરમાં મન ફાવે ત્યાં દારૂ ઢીંચી રહ્યા છે અને તેટલાથી જ સંતોષ ન થતાં દારૂની ખાલી બોટલો અને ટીન પણ જે તે સ્થળે છોડી દેવામાં આવે છે દારુ ઢીંચિયા બાદ ખાલી બોટલો મંદિર પરિસર થી દૂર કરવાની તસ્દી પણ દારૂનો નશો કરનાર લોકો દ્વારા લેવામાં આવતી નથી તેમજ ઘણા ખરા લોકો દારૂ પીને ખાલી બોટલો અને ટીન રામનાથ તળાવમાં પણ પધરાવી રહ્યાં છે તો શું ખરેખર આ વસ્તુ યોગ્ય છે આપણી સંસ્કૃતિને આપણે જ નહીં જણાવીએ તો કોણ જાળવશે ઉલ્લેખનીય છે કે પોલીસ વિભાગ દ્વારા આવા તત્વોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ જેથી કરીને મંદિર પરિસરની પવિત્રતા જળવાય દારૂજરૂરી છે ત્યારે દારૂની પાર્ટી કરનારા આવા તત્વો સૌથી વધારે રામનાથ મહાદેવ મંદિર પરિસરનો ઉપયોગ કરતા જોવા મળે છે અને ત્યાં જ પાન ગુટકાની પિચકારીઓ મારી અને ગંદકી કરે છે સ્થાનિક લોકો આવા તત્વોને કંઈ કહેવા જતા તેઓ ગાળાગાળી કરે છે..

error: Content is protected !!